Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/02/1-5-2020-6_1588407535.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/02/1-5-2020-6_1588407535.jpg. Show all posts

Saturday, May 2, 2020

નીતુ સિંહે રિશી કપૂરનો ફોટો શેર કરી લખ્યું, અમારી સ્ટોરીનો અંત થઇ ગયો

રિશી કપૂર 30 એપ્રિલે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મી દુનિયાને મહાન કલાકારની ખોટ પડતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં હતી. નીતુ સિંહે પતિને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ફોટોમાં સ્માઈલ સાથે રિશી હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પકડીને બેઠા છે.

નીતુ સિંહે હાર્ટ ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું કે, અમારી સ્ટોરીનો અંત થયો. આ પોસ્ટ પર ઘણા બધા સેલેબ્સે કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમારી સ્ટોરી હંમેશાં માટે રહેશે, મહેરબાની કરીને તેનો અંત થયો છે એવું ન બોલો.

View this post on Instagram

End of our story ❤️❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on May 1, 2020 at 11:20pm PDT

નીતુ સિંહ અને રિશી કપૂરના 1980માં લગ્ન થયાં હતાં. રણબીર કપૂર અને રિધ્ધિમા કપૂર તેમના બાળકો છે. રિશી કપૂર અને નીતુ સિંહની જોડી લોકો ઘણી પસંદ કરતા હતા. બંનેએ લગભગ 12 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. તેમાં ખેલ ખેલ મેં (1975), કભી કભી (1976), અમર અકબર એન્થની (1977), દુનિયા મેરી જેબ મેં (1979) અને પતિ પત્ની ઔર વો (1978- ગેસ્ટ અપિઅરન્સ) ફિલ્મ્સ હિટ રહી હતી. પતિં ખાવાના શોખીન હતા તે માટે નીતુ રોજ રિશી માટે નવી નવી ડીશ ઓનલાઇન શીખીને બનાવતા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neetu Singh shared a photo of Rishi Kapoor and wrote, end of our story


from Divya Bhaskar https://ift.tt/2Wga7E0
https://ift.tt/3dbosIW

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...