Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/3_1588576746.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/3_1588576746.jpg. Show all posts

Monday, May 4, 2020

શાહરુખ ખાન સિંગર બન્યો, ‘સુન ના યાર, સબ સહી હો જાયેંગા’ ગીત ગાયું

કોરોના પીડિતોની મદદ માટે ફંડ ભેગુ કરવાના ઉદ્દેશથી રવિવાર (3 મે)નારોજ ફેસબુક પર સૌથી મોટીવર્ચ્યૂઅલ કોન્સર્ટ આઈ ફોર ઈન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો. શાહરુખે ગીત ગાઈને ચાહકોને એન્ટરટેઈન કર્યાં હતાં. તેણે ‘સુન ના યાર સબ સહી હો જાયેંગા’ ગીત ગાયું હતું. જ્યારે શાહરુખ બીજું ગીત ગાવા જતો હતો ત્યારે અબરામે ના પાડી દીધી હતી.

વીડિયો શૅર કરીને શાહરુખે આ વાત કહી
શાહરુખે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, સંગીત, ગીત તથા આખી રાત કામ કરવા માટે હું આઈ ફોર ઈન્ડિયા, બાદશાહ તથા સાઈની રાજનો આભારી છું. એડિટ કરવા બદલ સુનીલનો આભાર. હું આટલું બધું ગાઈ શકું છું. હવે, ભાઈ લૉકડાઉનમાં મને ગાતો સહન કરવો પડશે. ત્યારે અબરામ કહે છે, પાપા બહુ થયું. પણ બધું જ ઠીક થઈ જશે.

શાહરુખે ડાન્સ કર્યો
વીડિયોમાં શાહરુખ ખાને ઘરમાં બનેલા સ્ટૂડિયોમાં માઈક પકડીને ‘સબ સહી હો જાયેંગા’ ગીત ગાયું હતું. આ સમય દરમિયાન તેણે જીન્સ પર બ્લેક ટીશર્ટ તથા ગોગલ્સ પહેર્યાં હતાં. વીડિયોમાં વચ્ચે અબરામ પણ આવતો હતો. ગીત પૂરું થયા બાદ શાહરુખે એમ કહ્યું હતું કે તેને લાગે છે કે તે હજી એક ગીત ગાઈ શકે છે. આ સમયે અબરામે કહ્યું હતું કે પપ્પા હવે બહું થયું. ચલો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shahrukh Khan became a singer, sang the song 'Sun Na Yaar, Sub Sahi Ho Jayenga'


from Divya Bhaskar https://ift.tt/3b2vZrZ
https://ift.tt/3bX2lFI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...