Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/5_1588583649.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/5_1588583649.jpg. Show all posts

Monday, May 4, 2020

સલમાન ખાને જેક્લીન ફર્નાન્ડિઝ અને લુલિયા વન્તુર સહિતના મિત્રોની મદદથી જરૂરિયાતમંદ લોકોને રાશન મોકલ્યું

કોરોનાવાઈરસને લઈ દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે જરૂરિયામંદ તથા રોજમદાર શ્રમિકોની હાલત કફોડી બની છે. બોલિવૂડ સેલેબ્સ શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. સલમાન ખાન પણ મદદ કરતો રહે છે. હાલમાં જ સલમાન ખાને કરિયાણું મોકલાવ્યું હતું. સલમાને સોશિયલ મીડિયામાં વીડિયો પણ શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લૉકડાઉન હોવાને કારણે સલમાન ખાન બહેન અર્પિતા તથા તેના પરિવાર સાથે પોતાના પનવેલ સ્થિતા ફાર્મહાઉસમાં છે. તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસિસ જેકલીન ફર્નાન્ડિઝ, લુલિયા વન્તુર તથા વલુશ્ચા ડિસોઝા પણ છે.

જાતે જ ઉંચકીને ટ્રેક્ટર-બળદગાડામાં મૂક્યું
વીડિયોમાં સલમાન ખાન પરિવાર તથા નિકટના મિત્રોની સાથે ટ્રકમાં કરિયાણાનો સામાન મૂકાવે છે. વીડિયોમાં સલમાન સાથે અન્ય લોકો ચેન બનાવીને સામાન વાહનો સુધી પહોંચાડે છે. આ વીડિયો સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને સલમાને કહ્યું હતું, તમારા તમામના યોગદાનનો આભાર, તમામનો આભાર.

ડ્રાઈવરનો હાથ જોડીને આભાર માન્યો
સલમાને બળદગાડાં, ટ્રેકટરમાં સામાન ભરીને જરૂરિયાતમંદ લોકોને મોકલાવ્યો હતો. સલમાને ટ્વિટર પર વીડિયો શૅર કરીને સામાન લઈ જતી ગાડીઓના ડ્રાઈવરનો હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ પહેલાં પણ મદદ કરી હતી
સલમાન ખાને આ પહેલાં ટ્રક ભરીને મજૂરો માટે કરિયાણું મોકલાવ્યું હતું. આ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જુનિયર આર્ટિસ્ટ, રોજમદાર વર્કર્સના બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan sends rations to needy people with the help of friends including Jacqueline Fernandez-Lulia Vantur


from Divya Bhaskar https://ift.tt/3deKb2C
https://ift.tt/3dbhnb6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...