Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/6_1588587882.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/04/6_1588587882.jpg. Show all posts

Monday, May 4, 2020

ટીવી એક્ટ્રેસ હિના ખાને ‘લૉકડાઉન દેવતા’ની આરતી ઊતારી

ટીવી એક્ટ્રેસ હિના ખાન લૉકડાઉન હોવાને કારણે ઘરે જ છે. હાલમાં રમઝાન મહિના ચાલી રહ્યો છે. હિના ખાન ચાહકોને એન્ટરટેઈન કરવાની એક પણ તક ગુમાવતી નથી. હાલમાં લૉકડાઉનને કારણે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યાં છે. હિના ખાન પણ આમાંથી બાકાત નથી.

વીડિયો શૅર કર્યો
હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે આરતી ઊતારે છે. વીડિયોમાં હિના ખાનને પૂછવામાં આવ્યું કે તે શું કરે છે? તો હિના ખાને જવાબ આપ્યો હતો કે તે લૉકડાઉન દેવતાઓની આરતી ઊતારે છે. હિના ખાને પોતાની સામે રાખેલા ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ તથા ટિકટોક સાઈન બોર્ડની આરતી ઊતારી હતી. હિના ખાને લૉકડાઉનમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને લૉકડાઉનના ભગવાન માન્યા છે. બેકગ્રાઉન્ડમાં આમિર ખાનની ‘પીકે’ ફિલ્મનું ગીત ‘ભગવાન કહાં હૈં તુ...’ વાગતું હતું. હિના ખાનનો આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.

હિના ખાન ઘરે રહીને ક્યારેક કુકિંગ કરે છે તો ક્યારેક ઘરની સફાઈ કરે છે. હિના ખાને થોડાં સમય પહેલં સ્કેચિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. હાલમાં રમઝાન મહિનો ચાલતો હોવાથી હિના ખાન રોજા પણ રાખે છે અને અલ્લાહ પાસે દુનિયાની સલામતીની દુઆ માગતી હોય છે. હિના ખાન આ મહામારીના સમયમાં લોકોને ઘરે રહી સુરક્ષિત રહેવા માટે અપીલ કરતી રહે છે. ઉપરાંત તે લોકોને આ પરિસ્થતિમાં કઈ રીતે કાળજી લેવી તે માટે પણ ગાઈડન્સ આપતી રહે છે. તે લોકોને માસ્ક યોગ્ય રીતે કઈ રીતે પહેરવું, શાકભાજી બહારથી લાવ્યા બાદ કઈ રીતે સાફ કરવા વગેરેના ટ્યુટોરિયલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી મદદ કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
tv actress Hina Khan worships 'lockdown ke devtaa'


from Divya Bhaskar https://ift.tt/2YrzAgy
https://ift.tt/35sQSeJ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...