Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-2_1588670304.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/05/5-5-2_1588670304.jpg. Show all posts

Tuesday, May 5, 2020

ઇરફાન ખાનને સમર્પિત વોલ પેન્ટિંગનો ફોટો દીકરા બાબીલ ખાને શેર કર્યો, પિતાનો સ્વિમિંગનો થ્રોબેક વીડિયો પણ શેર કર્યો

ઈરફાન ખાનના મૃત્યુ બાદ તેના ફેન્સ તેને હજુ પણ યાદ કરી રહ્યા છે. ઈરફાનનો મોટો દીકરો બાબીલ તેના પિતાના થ્રોબેક ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. પિતાનો પાણીપૂરીનો મજા લેતો વીડિયો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કોલેજ ટાઈમના ફોટોઝ બાદ તેણે સ્વિમિંગ કરતા ઈરફાનનો વીડિયો શેર કર્યો છે.

ઉપરાંત બાબીલે ઇન્સ્ટા સ્ટોરીમાં પિતા માટે સમર્પિત એક ફેન આર્ટનો ફોટો પણ શેર કર્યો હતો. બોલિવૂડ આર્ટ પ્રોજેક્ટ ટીમ દ્વારા મુંબઈમાં વરોડા રોડ પર બાંદ્રા વેસ્ટમાં આ વોલ પેન્ટિંગ કરવામાં આવ્યું છે. રણજિત દહિયા અને વિકાસ બંસલે આ પેન્ટિંગ બનાવ્યું છે.

ઈરફાન ખાનનું 53 વર્ષની વયે કોલન ઇન્ફેક્શનના કારણે 29 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાનની પત્ની સુતપા અને બંને દીકરા અયાન અને બાબીલે એક ઈમોશનલ મેસેજ શેર કર્યો હતો. માતાના મૃત્યુના ચાર દિવસ બાદ જ ઈરફાન ખાનનું મૃત્યુ થયું હતું. ઈરફાનના અંતિમ શબ્દો હતા કે, અમ્મી મુજે લેને આયી હૈ. મહાન કલાકારના નિધન પર ન માત્ર બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પરંતુ હોલિવૂડ સેલેબ્સે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Babil khan shares throwback video of Irrfan Khan


from Divya Bhaskar https://ift.tt/35ERWMI
https://ift.tt/2A3KMWF

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...