Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/2_1588748102.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/2_1588748102.jpg. Show all posts

Wednesday, May 6, 2020

‘મૈંને પ્યાર કિયા’ ફૅમ ભાગ્યશ્રીએ પતિ હિમાલય સાથે વર્કઆઉટ કર્યું

લૉકડાઉન હોવાને કારણે બોલિવૂડ સેલેબ્સ કુકિંગ તથા વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરતા રહે છે. હાલમાં જ ‘મૈંને પ્યાર કિયા’ ફૅમ ભાગ્યશ્રીએ પતિ સાથેનો વર્કઆઉટના વીડિયો શૅર કર્યો હતો. 51 વર્ષીય ભાગ્યશ્રી સોશિયલ મીડિયામાં અવાર-નવાર કુકિંગ તથા વર્કઆઉટ વીડિયો શૅર કરતી હોય છે.

વીડિયો શૅર કર્યો
ભાગ્યશ્રીએ પતિ સાથેનો વર્કઆઉટ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ભાગ્યશ્રી પતિ હિમાલય દસાની સાથે વર્કઆઉટ કરે છે. જોકે, વીડિયોના અંતે હિમાલય થાકી જાય છે અને પીએમ મોદીને લૉકડાઉન પૂરું કરવાની અપીલ કરે છે. ભાગ્યશ્રીના પતિએ કહ્યું હતું, ક્યારેય પત્નીના ચક્કરમાં પડવું નહીં. મોદીજી, મહેરબાની કરીને લૉકડાઉન પૂરું કરો. આ વર્કઆઉટ કરીને કરીને મારા એબ્સ બનાવીને જ માનશે. મારાથી હવે નહીં થાય. આ વીડિયો શૅર કરીને ભાગ્યશ્રીએ કહ્યું હતું, હબી વર્કઆઉટ, લૉકડાઉનમાં ટ્રાન્સફોર્મેશનનું પરિણામ.

દીકરાએ કમેન્ટ કરી
આ વીડિયો પર ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાનીએ પણ કમેન્ટ કરી હતી. તેણે કમેન્ટ કરતાં કહ્યું કે તમે બંને પણ.

ભાગ્યશ્રીએ ‘મૈંને પ્યાર કિયા’થી ડેબ્યૂ કર્યું હતું
ભાગ્યશ્રીનો જન્મ મહારાષ્ટ્રના સાંગલીમાં પટવર્ધન રાજપરિવારમાં થયો હતો. તેમના પિતા વિજય સિંહરાવ માધવરાજ પટવર્ધન સાંગલીના રાજા મનાય છે. ત્રણેય બહેનોમાં ભાગ્યશ્રી સૌથી મોટી છે. 1989માં ભાગ્યશ્રીએ ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન હતો. પ્રથમ ફિલ્મ બાદ જ ભાગ્યશ્રીએ લગ્નનો નિર્ણય કર્યો હતો. લગ્ન બાદ ભાગ્યશ્રીએ બ્રેક લીધો હતો. ત્યારબાદ તેણે કન્નડ, તેલુગુ, બંગાળી, ભોજપુરી જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે ભાગ્યશ્રી વર્ષ 2019માં તેલુગુ ફિલ્મ ‘2 સ્ટેટ્સ’માં જોવા મળી હતી. ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાનીએ પણ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Maine Pyaar Kiya' Fame Bhagyashree worked out with her husband Himalaya


from Divya Bhaskar https://ift.tt/2SHWufM
https://ift.tt/3fnQeUn

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...