Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/5_1588758072.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/5_1588758072.jpg. Show all posts

Wednesday, May 6, 2020

કરન જોહરના સંતાનોએ બાથરૂમમાં રહેલાં બાથટબને ‘યુઝલેસ’ ગણાવ્યું

કરન જોહરે હાલમાં જ પોતાના ટ્વિન્સ રૂહી તથા યશનો એક નવો વીડિયો શૅર કર્યો હતો. આ વખતે તેઓ ક્લૉઝિટને બદલે બાથરૂમમાં જોવા મળ્યાં હતાં.

કરને વીડિયો શૅર કરીને આ વાત કહી
કરને વીડિયો શૅર કરીને કહ્યું હતું, હવે બાથરૂમમાં, અમે ક્લૉઝિટને બદલે અહીંયા આવ્યા છીએ. બંને બાળકો બાથરૂમમાં છે અને કરન વીડિયો રેકોર્ડ કરતો હતો. બાથરૂમમાં વચ્ચે એક મોટું ટબ હતું. રૂહીએ ટબ નકામું હોવાનું કહ્યું હતું અને કરને પણ દીકરીની વાતનો સ્વીકાર કર્યો હતો. કરને કહ્યું હતું કે તેણે આનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. આ સમય દરમિયાન યશ એક નળ ચાલુ કરવાનો પ્રયાસ કરે છે. તો કરન દીકરાને પૂછે છે કે તે કેમ આમ કરે છે તો તે જવાબ આપે છે કે તે પપ્પાને સ્નાન કરાવે છે.

ત્રણ મેના રોજ કરન જોહરે ફિલ્મમેકર ઝોયા અખ્તરની મદદથી ‘આઈ ફોર ઈન્ડિયા’ વર્ચ્યૂઅલ કોન્સર્ટ યોજી હતી. આ કોન્સર્ટની મદદથી 52 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યાં. આ પૈસા કોરોનાવાઈરસને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા લોકો પાછળ ખર્ચ કરવામાં આવશે. આ કોન્સર્ટમાં 85થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. તમામે ઘરે રહીને જ વીડિયો શૅર કર્યાં હતાં. આ કોન્સર્ટમાં શાહરુખ ખાન, કરીના કપૂર, એ આર રહેમાન, અરિજિત સિંહ, અનુષ્કા શર્મા, જોનસ બ્રધર્સ, પ્રિયંકા ચોપરા, માધુરી દીક્ષિત, આયુષ્માન ખુરાના, રીતિક રોશન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood filmmaker Karan Johar’s kids Roohi, Yash feel the huge tub at home is ‘useless’


from Divya Bhaskar https://ift.tt/2Yzpkmu
https://ift.tt/3b2wOB2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...