Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/6-5-5_1588776594.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/06/6-5-5_1588776594.jpg. Show all posts

Wednesday, May 6, 2020

નીના ગુપ્તાની દીકરી મસાબાએ પોલીસ ઓફિસર્સને ડિઝાઈનર માસ્ક ડોનેટ કર્યા, કહ્યું - ઘણા સેલેબ્સ માટે ડિઝાઇન કર્યા પણ આ હંમેશાં યાદ રહેશે

કોરોના વાઇરસ સામેની જંગમાં એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા મદદ માટે આગળ આવી છે. મસાબા ડિઝાઈનર છે અને તેણે પોલીસ ઓફિસર્સ માટે ડિઝાઇનર્સ માસ્ક ડોનેટ કરીને તેમનો ઉમદા કાર્ય બદલ આભાર માન્યો છે. તેણે ઇન્સ્ટા પોસ્ટ શેર કરી લખ્યું કે, મેં ઘણા સેલિબ્રિટી માટે માસ્ક ડિઝાઇન કર્યા છે પણ આ પળ મને હંમેશાં યાદ રહેશે. આ અદભુત કામ કરનાર પોલીસ ઓફિસર્સની નિઃસ્વાર્થ સેવા માટે તેમને મારા ડિઝાઇન કરેલ માસ્ક આપ્યા.

આગળ તેણે લખ્યું કે, આ નોન સર્જિકલ રીયુઝેબલ માસ્ક આપીને તેમનો આભાર માનવા ઈચ્છું છું. દેશના લોકો અને દેશની ભલાઈ માટે અટક્યા વગર કામ કરી રહ્યા છે. મસાબાએ એવું પણ જણાવ્યું છે કે તેના ફેશન બ્રાન્ડના માસ્કના વેચાણથી જે પણ આવક થશે તેને તે ચેરિટીમાં આપશે.

નીના ગુપ્તા હાલ મુક્તેશ્વરના તેમના ઘરે લોકડાઉનમાં છે જ્યારે મસાબા મુંબઈમાં ઘરે રહીને સમય પસાર કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neena Gupta's daughter Masaba donated designer masks to police officers, saying 'I have designed for many celebs but will always remember this'


from Divya Bhaskar https://ift.tt/3dk9QH5
https://ift.tt/3dqOSWT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...