Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/2_1588835062.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/2_1588835062.jpg. Show all posts

Thursday, May 7, 2020

કરન જોહરના બાળકો ઘરમાં રહેલી તિજોરીને વોશિંગ મશીન સમજ્યાં

હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ફિલ્મમેકર કરન જોહર હાલમાં મોટાભાગનો સમય બાળકો સાથે જ પસાર કરે છે. આ સમય દરમિયાન કરન સતત બાળકોના ફની વીડિયો શૅર કરે છે. આ વીડિયોમાં યશ તથા રૂહી અલગ અલગ રીતે મજાક ઉડાવતા હોય છે. હાલમાં જ કરને જોહરે લૉકડાઉન વિથ જોહર્સ સીરિઝમાં બાળકો સાથેનો પોતાનો નવો વીડિયો શૅર કર્યો હતો.

દીકરોતિજોરીને વોશિંગ મશીન સમજ્યો
કરન જોહરે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેઓ ફરી પાછા ક્લૉઝિટમાં આવી ગયા છે. જોકે, આ વખતે ટ્વિસ્ટ છે. કરન જોહર વીડિયોમાં ક્લૉઝિટ આગળ ઊભો હોય છે અને તેના બંને બાળકો પણ ત્યાં હોય છે. કરન દીકરા યશને પૂછે છે કે તે શું કરે છે તો દીકરો યશ કહે છે કે અહીંયા વોશિંગ મશીન છે. તો કરન ના પડે છે. પછી યશ વોર્ડરોબનો દરવાજો ખોલે છે અને અંદર જે તિજોરી હોય છે તેને વોશિંગ મશીન કહે છે. કરન કહે છે કે આ તિજોરી છે, આને વોશિંગ મશીન કહેવાય નહીં. આ સાંભળીને દીકરો યશ પૂછે છે કે તે તિજોરીનું શું કરે છે? જેના જવાબમાં કરન કહે છે કે તે હાલ દેશની પરિસ્થિતિ સારી નથી. એટલે તિજોરીમાં કોઈ કરન્સી નથી. કાશ આ વોશિંગ મશીન હોત તો તે વધારે ઉપયોગી સાબિત થાત.

કરન જોહરના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કરને ડિરેક્ટર તરીકે કમબેક કર્યુંછે. તે ફિલ્મ ‘તખ્ત’ ડિરેક્ટ કરવાનો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, અનિલ કપૂર, જાહન્વી કપૂર તથા ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. કરને આ પહેલાં 2016મા આવેલી ફિલ્મ‘એ દિલ હૈ મુશ્કિલ’ ડિરેક્ટ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
karan johar funny video with twins roohi and yash


from Divya Bhaskar https://ift.tt/35DrW4d
https://ift.tt/2WwYSaA

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...