Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/3_1588840863.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/3_1588840863.jpg. Show all posts

Thursday, May 7, 2020

સાઉથ તથા બોલિવૂડ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું; ચિરંજીવી, અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ સહિતના સ્ટાર્સે સાંત્વના પાઠવી

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્મા કંપનીમાં ગેસ લીકેજમાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે. સ્થાનિક તંત્ર તથા નેવી હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં આવેલી ફેક્ટરીમાં ગેસ લીકેજ થયો હતો. બોલિવૂડ તથા સાઉથ સ્ટાર્સે આ ઘટનાને લઈ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.


અર્જુન કપૂરે ટ્વીટ કરી હતી, વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના ન્યૂઝ ચોંકાવનારા હતાં. મારી પ્રાર્થના તે શહેરના તમામ લોકો સાથે છે. પીડિત પરિવારો પ્રત્યે સંવેદના

રિચા ચઢ્ઢાએ કહ્યું હતું, હજી તો 2020 અડધુ પણ નથી પૂરું થયું. આ પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળવામાં 35 વર્ષનો સમય લાગ્યો હતો. હવે આ દુર્ઘટના થઈ ગઈ.

રામગોપાલ વર્માએ કહ્યું હતું, મને આશા છે કે ભગવાનને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા આવી ના હોય. એક પછી એક સમસ્યા આવી રહી છે. પહેલાં વાઈરસ ને હવે ગેસ લીકેજ. રામુએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ભગવાન દરેક વસ્તુઓના સર્જનહાર તથા નિયંત્રક છે. આથી જ વાઈરસ તથા ગેસ લીકેજ પણ તેના માટે જ કામ કરે છે. તો પણ આપણે ભગવાનને છોડીને તમામને દોષ આપીએ છીએ. કારણ કે આપણે તેનાથી ડરીએ છીએ.

તમન્ના ભાટિયાએ કહ્યું હતું, જેવી હું ઊઠી અને ગેસ લીકેજના ન્યૂઝ ચર્ચામાં હતાં. પરિવારના સભ્યો ગુમાવનારા પ્રત્યે સંવેદના. હોસ્પિટલમાં દાખલ તમામ લોકો જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના.

રકુલ પ્રીત સિંહે કહ્યું હતું, ગેસ લીકેજના ન્યૂઝથી ઘણું જ દુઃખ થયું. મારી સંવેદનાઓ પ્રભાવિત લોકો સાથે છે. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. અહીંયા લોકો સુરક્ષિત રહે.

મહેશબાબુએ ટ્વીટ કરીને કહ્યું, આ પડકારજનક સમયમાં આ પ્રકારના ન્યૂઝ સાંભળીને દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ પરિવારો પ્રત્યે મારી સંવેદના. પ્રભાવિત લોકો જલ્દીથી ઠીક થઈ જાય.

અલ્લુ અર્જુને ટ્વીટમાં કહ્યું હતું, મારા જીવનની સૌથી ખાસ જગ્યામાંથી એક જગ્યા છે. આ ભયાનક ઘટનાથી દુઃખી છું. જેમણે આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમના પરિવારો પ્રત્યે સંવેદના.

ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે કહ્યું હતું, બીમાર પડેલાં તમામ લોકો માટે પ્રાર્થના કરું છું.

કુબ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 2020ની અન્ય એક દુર્ઘટના. વિઝ્યુઅલ્સ જોઈને દિલ રડી પડ્યું.

ચિરંજીવીએ તેલુગુમાં ટ્વીટ કરીને કહ્યું હતું, લૉકડાઉન બાદ જ્યારે ઈન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવે ત્યારે પૂરતું ધ્યાન આપવામાં આવે.

રામચરણ તેજાએ કહ્યું હતું, ગેસ લીકની તસવીરો જોઈને દિલ રડી પડ્યું. પરિવારો પ્રત્યે સાંત્વના. આશા છે કે તમામ પગલાં ઉઠાવીને પ્રભાવિત લોકો જલ્દીથી ઠીક થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

એસ એસ રાજમૌલિએ કહ્યું હતું, ગેસ દુર્ઘટનાની તસવીરો જોઈને ઊંડું દુઃખ થયું. હોસ્પિટલમાં દાખલ તમામ લોક જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. જેમને પરિવારના સભ્યો ગુમાવ્યા તેમના પ્રત્યે સાંત્વના.
રામચરણ તેજાએ કહ્યું હતું, ગેસ લીકની તસવીરો જોઈને દિલ રડી પડ્યું. પરિવારો પ્રત્યે સાંત્વના. આશા છે કે તમામ પગલાં ઉઠાવીને પ્રભાવિત લોકો જલ્દીથી ઠીક થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood and South Stars mourn Visakhapatnam gas leak tragedy


from Divya Bhaskar https://ift.tt/2yDIuNg
https://ift.tt/2SKcNc1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...