Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/4_1588844204.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/4_1588844204.jpg. Show all posts

Thursday, May 7, 2020

સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’માં રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે?

ગયા વર્ષે સંજય લીલા ભણશાલીએ પોતાના ડિરેક્શન હેઠળની ફિલ્મ ‘બૈજુ બાવરા’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 1952માં આવેલી ભારત ભૂષણ તથા મીના કુમારીની ‘બૈજુ બાવરા’ની રીમેક છે. સંજય લીલા ભણશાલીએ ફિલ્મની સ્ટાર-કાસ્ટને લઈ કોઈ જાહેરાત કરી નહોતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈ રણવીર સિંહ દરેકના નામ ચર્ચાઈ ચૂક્યા છે. આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ પૂર્ણ કરીને સંજય લીલા ભણશાલી ‘બૈજુ બાવરા’નું શૂટિંગ શરૂ કરશે. હવે, ચર્ચા છે કે આ ફિલ્મમાં દીપિકા તથા રણબીરને લેવામાં આવશે.

હજી પ્રાથમિક તબક્કામાં વાતચીત
સૂત્રોના મતે, સંજય લીલા ભણશાલીએ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણનો ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો. બંનેની કેમિસ્ટ્રી ઘણી જ સારી લાગે છે. હાલમાં વાતચીત ચાલી રહી છે. બંનેમાંથી એક પણ કલાકારે ફિલ્મને લઈ હા પડી નથી. હજી તો વાતચીત પ્રાથમિક તબક્કામાં જ છે.

આ કારણ રણબીરના નામનો વિચાર કરવામાં આવ્યો
રણવીર સિંહને બદલે રણબીર કપૂરને એટલા માટે લેવાનો વિચાર કરવામાં આવ્યો કે સંજય લીલા ભણશાલી સતત ચોથી ફિલ્મમાં દીપિકા-રણવીરને સાથે લેવા માગતા નથી. ઉલ્લેખનીય છે આ પહેલાં દીપિકા-રણવીરે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ તથા ‘પદ્માવતી’માં સાથે કામ કર્યું હતું.

લૉકડાઉન પહેલાં રણબીર તથા દીપિકા સાથે આ પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, બધો જ આધાર તેમની ડેટ્સ પર રહેલો છે. રણબીર તથા દીપિકા સાથે કામ કરે છે કે નહીં તે તો ભવિષ્યમાં જ ખબર પડશે. જો રણબીર કપૂર આ ફિલ્મમાં કામ કરવાની હા પાડશે તો ડેબ્યૂ ફિલ્મ ‘સાંવરિયા’ બાદ આ તેની બીજી ફિલ્મ સંજય લીલા ભણશાલી સાથે હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ranbir Kapoor reunite with Sanjay Leela Bhansali, Deepika Padukone for 'Baiju Bawra'?


from Divya Bhaskar https://ift.tt/3fs1LSq
https://ift.tt/2L7OyQX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...