Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/7_1588854331.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/7_1588854331.jpg. Show all posts

Thursday, May 7, 2020

‘મહાભારત’ના ક્લાઈમેક્સ સીનમાં ભીમ સાથેની લડાઈમાં પુનીત ઈસ્સારને શરીર પર અનેક ઈજાઓ થઈ હતી

બીઆર ચોપરાની ‘મહાભારત’માં પુનીત ઈસ્સારે દુર્યોધનનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલના ક્લાઈમેક્સમાં ભીમ તથા દુર્યોધન વચ્ચે ફાઈટ થાય છે. આ સીનના શૂટિંગ સમયે પુનીતના શરીર પર ઈજાના અનેક નિશાનો જોવા મળ્યાં હતાં. હાલમાં જ પુનીતે એક ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે ડીડી ભારતી પર આ સિરિયલનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું છે.

આ શરત પર રોલ મળ્યો હતો
ઈન્ટરવ્યૂમાં પુનીત ઈસ્સારને એક શરત પર દુર્યોધનનો રોલ મળ્યો હતો. મેકર્સે કહ્યું હતું કે જો ભીમનો રોલ પ્લે કરવા માટે તેમનાથી વધુ હાઈટનો એક્ટર મળશે તો જ તેને દુર્યોધનનો રોલ મળશે. પુનીતની હાઈટ છ ફૂટ 3 ઈંચની છે. પુનીતને દુર્યોધનનો જ રોલ કરવો હતો. જોકે, બીઆર ચોપરાએ તેમને ભીમના રોલ માટે કાસ્ટ કર્યો હતો.

પ્રવીણ કુમારે ભીમનો રોલ પ્લે કર્યો હતો
સિરિયલમાં ભીમનો રોલ પ્રવીણ કુમારે પ્લે કર્યો હતો. તેઓ એથ્લીટ હતાં અને એશિયન ગેમ્સમાં બેવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની હાઈટ છ ફૂટ 8 ઈંચ હતી. પુનીતે જ પ્રવીણને ભીમના રોલ માટે સજેસ્ટ કર્યો હતો.

શરીર પર કાળ-જાંબલી નિશાન પડ્યાં હતાં
પ્રવીણ કુમાર સાથેની ફાઈટ અંગે પુનીતે કહ્યું હતું કે આ ઘણો જ મુશ્કેલભર્યો અનુભવ હતો. તે એક્ટર નહોતો. ડિસ્ક થ્રોમાં બેવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પણ તે ડાયલોગ બોલે કે બળપૂર્વક. ત્યારે પ્રવીણ તેને જોરથી માર મારતો હતો. તે સમયે ગદા પણ ખાસ્સી વજનદાર રહેતી હતી. શોટ પૂરો થયા બાદ તેના શરીર પર કાળા તથા જાંબલી ચકામા પડી જતા હતાં.

ક્લાઈમેક્સનું શૂટિંગ 18-20 દિવસ સુધી ચાલ્યું હતું
‘મહાભારત’ના ક્લાઈમેક્સ સીનના શૂટિંગમાં 18-20 દિવસ થયા હતાં. તે સમયે કેબલ વર્ક નહોતાં. તેથી તેઓ જાતે જ જમ્પવાળા સીન કરતાં હતાં. સ્ટંટમેન કે બૉડી ડબલનો પણ ઉપયોગ થતો નહોતો. તે સમયે ઈજા થવી એક સામાન્ય વાત હતી. યુદ્ધમાં તીર ચાલતા ત્યારે અનેક લોકોને આંખમાં ઈજા થઈ હતી.

લોકો દુષ્ટ કહેતાં
પુનીતે કહ્યું હતું કે ‘મહાભારત’માં કામ કર્યાં બાદ લોકો તેને નફરત કરતાં અને દુષ્ટ કહેતા હતાં. જોકે, આ વાત તેણે કોમ્પિલમેન્ટ તરીકે લીધી હતી. આ સમય દરમિયાન પુનીતે ‘કુલી’ના સેટ પર થયેલી દુર્ઘટનાની વાત પણ કરી હતી. ‘મહાભારત’ શરૂ કર્યું તેના ચાર વર્ષ સુધી પુનીતને ઓછું કામ મળ્યું હતું. આ સિરિયલ માટેની કાસ્ટિંગ પ્રોસેસ બે વર્ષ સુધી ચાલી હતી. પુનીતને 1986માં સાઈન કરવામાં આવ્યાહતાં. પુનીતે દુર્યોધનના રોલ માટે 22 કિલો જેટલું વજન વધાર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Puneet Issar suffered multiple injuries in a fight with Bhim in the climax scene in 'Mahabharat'


from Divya Bhaskar https://ift.tt/2A82poa
https://ift.tt/2xIigsB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...