Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/12_1588942120.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/12_1588942120.jpg. Show all posts

Friday, May 8, 2020

રિશી કપૂરે ન્યૂ યોર્ક જતા પહેલાં રવિના ટંડનના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા વીડિયો રેકોર્ડ કર્યો હતો

રવિના ટંડને રિશી કપૂરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. રિશીએ આ વીડિયો વર્ષ 2018માં કેન્સરની સારવાર માટે ન્યૂ યોર્ક જતા પહેલાં શૂટ કર્યો હતો. આ વીડિયોમાં રિશીએ રવિનાના પિતા તથા ફિલ્મમેકર રવિ ટંડનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

વીડિયોમાં રિશી કપૂરે શું કહ્યું હતું?
વીડિયોમાં રિશી કપૂર કહે છે, હાય, રવિજી, તમને 80મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હુ વિચારી રહ્યો હતો કે તમારી અને મારી મુલાકાત 42 વર્ષ જૂની છે. આપણે કદાચ 1973માં પહેલી જ વાર ‘ખેલ ખેલ મૈં’ સાથે કામ કર્યું હતું. હું અને નીતુ આ ફિલ્મમાં સાથે હતાં. ત્યારબાદ કેટલીક ફિલ્મ ‘જૂઠા કહીં કા’, ‘રાહી બદલ ગયે’, ‘આન ઔર શાન’માં સાથે કામ કર્યું હતું. તમને ખ્યાલ જ છે કે કામના સંબંધોમાં આપણો સારો તાલમેલ હતો અને મને તમારી સાથે કામ કરવાની મજા આવતી હતી. નીતુ સાથે તમારા કારણે જ હુ જોડાઈ શક્યો. કારણ કે તમે અમારા જીવનની બે મહત્ત્વપૂર્ણ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ રિશીએ રવિનો આભાર માન્યો હતો અને પરિવારના વખાણ કર્યાં હતાં.

વીડિયો શૅર કરીને રવિનાએ આ વાત કહી
વીડિયો શૅર કરીને રવિનાએ કહ્યું હતું, વ્હાલા ચિંટુ અંકલ..તમારી રોજ યાદ આવે છે. તમે ન્યૂ યોર્ક સારવાર કરાવવા જતા પહેલાં આ વીડિયો પાપા માટે રેકોર્ડ કર્યો હતો. પછી તેમના બર્થડે પર આ વીડિયો આપીને તેમને સરપ્રાઈઝ આપી હતી. તમે હંમેશાં ઘરમાં તથા અમારા હૃદયમાં રહેશો. અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ.

રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન
ઉલ્લેખનીય છે કે બે વર્ષ લ્યૂકેમિયાના કેન્સર સામે લડ્યાં બાદ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ સવારે 8.45 વાગે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પર તે જ દિવસે માત્ર 25 લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rishi Kapoor recorded a video to wish Raveena Tandon's father a happy birthday before leaving for New York for treatment


from Divya Bhaskar https://ift.tt/2Ld13uA
https://ift.tt/3b8W0G4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...