Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/1_1588915883.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/1_1588915883.jpg. Show all posts

Friday, May 8, 2020

‘રામાયણ’ના શૂટિંગ સમયે સુનીલ લહરીની ધોતની નીકળી ગઈ, શત્રુધ્ન બનેલા સમીર રાજડાએ મદદ કરી હતી

રામાનંદ સાગરની ‘રામાયણ’ના શૂટિંગ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ સુનીલ લહરી સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને સંભળાવે છે. આ વખતે સિરિયલના એક સીનમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુધ્ન ગુરુકુળમાંથી મહેલ પરત ફરે છે. આ સમયના બે કિસ્સા શૅર કર્યાં હતાં.

પહેલો કિસ્સોઃ સેટ પર ધોતી નીકળી ગઈ
સુનીલે કહ્યું હતું કે જ્યારે સિરિયલના શૂટિંગમાં ચારે ભાઈઓ ગુરુકુળથી મહેલમાં પરત ફરે છે. આ સિક્વન્સનું શૂટિંગ ચાલતું હતું. મહેલ આવ્યા બાદ ચારેય ભાઈઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે તેમનો પગ ધોતીમાં ફસાઈ ગયો હતો અને તેને કારણે ધોતી નીકળી ગઈ હતી. જોકે, પૂરી રીતે ધોતી નીકળી નહોતી. કમર પર કંદોરો હોવાથી ધોતી રહી ગઈ હતી. મહત્ત્વનો સીન હતો એટલે તેઓ વચ્ચેથી શૂટિંગ અટકાવવા માગતા નહોતો. આથી જ તેમણે શત્રુધ્નનો રોલ પ્લે કરતાં સમીર રાજડાને પાછળથી ધોતી પકડવાનું કહ્યું હતું અને આ રીતે શૂટિંગ પૂરું કર્યું હતું.

View this post on Instagram

behind scene story of dhoti and snaan

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 7, 2020 at 1:04am PDT

બીજો કિસ્સોઃ ઉબટન લગાવતા સમયે ગલગલીયાં થતાં હતાં
સુનીલે બીજો કિસ્સો પણ આ જ સીન સાથે જોડાયેલો હતો, જેમાં ચારેય ભાઈઓને ઉબટન લગાવવામાં આવતું હતું. જોકે, ઉબટન લગાવતા વખતે સુનીલને ઘણાં જ ગલગલીયાં થતા હતાં અને તેઓ હસી પડતા હતાં. આને કારણે શૂટિંગ કરવું મુશ્કેલ હતું. જોકે, તેમણે હસવા પર કંટ્રોલ કરીને શૂટ પૂરું કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
During the shooting of 'Ramayan', Sunil Lahari's dhoti was opened, Sameer Rajda, who became Shatrudhan, helped


from Divya Bhaskar https://ift.tt/2WvjdNa
https://ift.tt/2YIIF4B

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...