Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/untitled-1_1588930274.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/08/untitled-1_1588930274.jpg. Show all posts

Friday, May 8, 2020

‘રામાયણ’ બાદ ‘ઉત્તર રામાયણ’ સિરિયલ ચાહકોને પસંદ આવી, નંબર વન શો બન્યો

દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ પૂરી થયા બાદ ‘ઉત્તર રામાયણ’નું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું છે. આ સિરિયલ પણ ચાહકોને એટલી જ પસંદ આવી છે. વર્ષ 2020ના 17મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘ઉત્તર રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં ‘ઉત્તર રામાયણ’ પ્રથમ નંબરે રહી છે. ટોપ ફાઈવમાં ‘ઉત્તર રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘બાબા એસો વર ઢૂંઢો’, ‘મહિમા શનિદેવ કી’ તથા ‘રામાયણ’ સિરિયલ છે.

ટોપ ફાઈવમાં દૂરદર્શનના બે તથા દંગલ ચેનલના ત્રણ પ્રોગ્રામ
ઓવરઓલ ટોપ 10 ચેનલમાં દૂરદર્શન નંબર વન પર છે. તેને 16,67,324 ઈમ્પ્રેશન મળી છે. બીજા સ્થાને સન ટીવી છે, જેને 10,94,809 ઈમ્પ્રેશન મળી છે. હિંદી જોનરની વાત કરવામાં આવે તો દૂરદર્શન 16,67,324 ઈમ્પ્રેશન સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા સ્થાને દંગલ ચેનલ છે. આ ચેનલને 10,89,417 જેટલી ઈમ્પ્રેશન મળી છે. હિંદી જોનરના ટોપ ફાઈવ પ્રોગ્રામની વાત કરવામાં આવે તો પ્રથમ સ્થાન પર દૂરદર્શનની સિરિયલ ‘ઉત્તર રામાયણ’ છે. બીજા સ્થાને ડીડી ભારતી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘મહાભારત’ છે. જ્યારે બાકીના ત્રણ સ્થાન પર દંગલ ચેનલના શો છે, જેમાં ત્રીજા સ્થાને ‘બાબા એસો વર ઢૂંઢો’, ચોથા સ્થાને ‘મહિમા શનિદેવ કી’ તથા પાંચમા સ્થાને ‘રામાયણ’ છે.

ઓવર ઓલ ટોપ 10 ચેનલની યાદીમાં દૂરદર્શન નંબર વન, ડીડી ભારતી ચોથા સ્થાને છે
હિંદી જોનરમાં દૂદર્શન નંબર વન તથા ડીડી ભારતી ત્રીજા સ્થાન પર છે
ટોપ ફાઈવ હિંદી પોગ્રામમાં દૂરદર્શનના બે તથા દંગલ ચેનલના ત્રણ પ્રોગ્રામ સામેલ છે

ગ્રામીણ ક્ષેત્રમાં પણ ‘ઉત્તર રામાયણ’ ટોચ પર
ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં અલગ-અલગ ટીઆરપી રિપોર્ટ બનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ‘ઉત્તર રામાયણ’ નંબર વન પર અને ‘મહાભારત’ ચોથા સ્થાને રહ્યો હતો. બાકીના ત્રણ સ્થાન પર દંગલ ચેનલના શો રહ્યાં હતાં, જેમાં બીજા સ્થાને ‘બાબા એસો વર ઢૂંઢો’, ત્રીજા સ્થાને ‘મહિમા શનિદેવ કી’ તથા પાંચમા સ્થાને ‘રામાયણ’ છે. ગ્રામીણ વિસ્તારમાં દંગલ ચેનલ નંબર વન તથા દૂરદર્શન બીજા સ્થાને છે.

ગ્રામીણ વિસ્તારમાં દંગલ ચેનલ સૌથી વધુ જોવાઈ છે
ગ્રામીણ વિસ્તારના ટોપ ફાઈવ પ્રોગ્રામમાં ‘ઉત્તર રામાયણ’ ટોચ પર

શહેરી વિસ્તારમાં પણ ‘ઉત્તર રામાયણ’ નંબર વન
શહેરી વિસ્તારની વાત કરીએ અહીંયા પણ ‘ઉત્તર રામાયણ’ ટોચ પર છે. બીજા નંબર પર ‘મહાભારત’ છે. ત્રીજા સ્થાન પર સ્ટારપ્લસ પર આવતો શો ‘મહાભારત’ છે. ચોથા તથા પાંચમા પર દંગલ ચેનલની સિરિયલ અનુક્રમે ‘મહિમા શનિદેવ કી’ અને ‘બાબા એસો વર ઢૂંઢો’ છે. શહેરી વિસ્તારમાં દૂરદર્શન ટોચ પર છે, બીજા સ્થાને સોની સબ ચેનલ છે.

શહેરી વિસ્તારમાં દૂરદર્શન ચેનલ વધુ જોવાઈ છે, જ્યારે દંગલ ચેનલ છઠ્ઠા સ્થાને છે
ટોપ ફાઈવમાં દૂરદર્શનના બે, દંગલના બે તથા સ્ટાર પ્લસનો એક પ્રોગ્રામ સામેલ છે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After 'Ramayan', 'Uttar Ramayan' serial was liked by the fans and became the number one show


from Divya Bhaskar https://ift.tt/3fudeB9
https://ift.tt/3cdvP2o

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...