Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/09/7-5-4_1589017787.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/09/7-5-4_1589017787.jpg. Show all posts

Saturday, May 9, 2020

અમિતાભ બચ્ચને ‘ભૂતનાથ’ ફિલ્મના 12 વર્ષ સેલિબ્રેટ કર્યા, આ ફિલ્મ સાથે જોડાયેલ ‘અગ્નિપથ’ ફિલ્મનો એક કિસ્સો પણ શેર કર્યો

અમિતાભ બચ્ચનની ‘ભૂતનાથ ફિલ્મને શનિવારે 12 વર્ષ પૂરા થયા. 2008માં રિલીઝ થયેલ કોમેડી હોરર ફિલ્મની પોસ્ટ બિગ બીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અમિતાભે આ ફિલ્મ અને તેમની 1990ની એક ફિલ્મ ‘અગ્નિપથ’ વચ્ચે જોડાયેલ એક સામ્યતા પણ શેર કરી છે.

તેમણે લખ્યું કે, 12 વર્ષ ભૂતનાથના, બાળકો મને હજુ ભૂતનાથ અંકલ કહે છે. પરંતુ કોઈએ અગ્નિપથની એક જબરદસ્ત વાત શોધી કાઢી છે. તે ફિલ્મમાં એક સીનમાં હું જેલની અંદર જઈ રહ્યો છું તેનો સીન છે. તે જેલની દીવાલ પર ચોકથી ભૂતનાથ લખેલું છે. અગ્નિપથ ભૂતનાથ ફિલ્મ બની તેના ઘણા વર્ષ પહેલાં બની હતી. આવું કઈ રીતે બન્યું. જો તમારી પાસે ડીવીડી હોય તો તેમાં અથવા નેટ પર એ સીન જોજો. આકસ્મિક રીતે તે મારો અગ્નિપથનો પહેલો શોટ હતો.

‘ભૂતનાથ’ ફિલ્મમાં અમિતાભની સાથે શાહરુખ ખાન, જુહી ચાવલા અને અમન સિદ્દીકી લીડ રોલમાં હતા. ફિલ્મને વિવેક શર્માએ ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ 2014માં બિગ બીની ફિલ્મ ‘ભૂતનાથ રિટર્ન્સ’ પણ આવી હતી.

હાલ તો અમિતાભ બચ્ચન લોકડાઉનમાં તેમના ઘર જલસામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મ સાથે જોડાયેલ કિસ્સાઓ શેર કરતા રહે છે. ઉપરાંત લોકોને ઘરે સુરક્ષિત રહેવા અપીલ કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan celebrates 12 years of 'Bhootnath' film, also shares An Interesting Fact From Agneepath


from Divya Bhaskar https://ift.tt/2Adswdm
https://ift.tt/2AefCfd

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...