Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/7_1589104075.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/7_1589104075.jpg. Show all posts

Sunday, May 10, 2020

ઝોયા મોરાનીએ સાજા થયા બાદ પ્લાઝ્મા ડોનેટ કર્યાં, સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી

કોરોનાવાઈરસમાંથી સાજી થયાના એક મહિના બાદ બોલિવૂડ એક્ટ્રેસ ઝોયા મોરાનીએ કોરોના દર્દીઓ માટે બ્લડ પ્લાઝ્મા ડોનેટ કર્યાં છે. ઝોયાનો એપ્રિલ મહિનામાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી
ડિસ્ચાર્જ થયા બાદ પણ ઝોયા મોરાની ક્વૉરન્ટીનમાં હતી. હવે, તે પૂરી રીતે ઠીક થઈ ગઈ છે. ઝોયાએ અન્ય કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા ડોનેટ કર્યાં છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, મેં આજે પ્લાઝ્મા થેરેપીના ટ્રાયલમાટે નાયર હોસ્પિટલમાં મારા પ્લાઝ્મા ડોનેટ કર્યાં. આ કમાલનું હતું. મને લાગે છે કે આશાનું એક કિરણ તો હોય જ છે. અહીંયાની ટીમ ઘણી જ ઉત્સાહિત હતી. બધું જ ધ્યાન રાખીને કરતી હતી. ઈમરજન્સી માટે જનરલ ફિઝિશિયન પણ હતાં. આ સાથે જ નવા તથા સુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાજા થઈ ગયેલા દર્દીઓને આગ્રહ કર્યો
ઝોયાએ ડોક્ટર્સનો આભર માન્યો હતો. તેણે કહ્યું હતું, તમામ કોવિડ 19માંથી સાજા થયેલા આ ટ્રાયલનો હિસ્સો બની શકે છે. આનાથી કોરોનાવાઈરસ સામે લડવામાં દર્દીઓને મદદ મળે છે. મને આશા છે કે આ કામમાં આવશે. મને સર્ટિફિકેટ અને 500 રૂપિયા પણ આપવામાં આવ્યાં. હું આજે મારી જાતને સુપર કૂલ ફીલ કરી રહી છું.

ઉલ્લેખનીય છે કે ઝોયા મોરાની રાજસ્થાનથી પરત આવી હતી અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની નાની બહેન શાઝા શ્રીલંકાથી પરત આવી હતી અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. બંને બહેનો બાદ તેના પિતા કરીમ મોરાનીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Zoya Morani donates plasma after recovery, shares photos on social media


from Divya Bhaskar https://ift.tt/2WhzDKn
https://ift.tt/2LccP8y

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...