Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/8_1589108241.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/8_1589108241.jpg. Show all posts

Sunday, May 10, 2020

ઈરફાન ખાનના દીકરા બાબીલે પિતાનો જૂનો વીડિયો શૅર કર્યો, એક્ટર બિલાડી સાથે રમતા જોવા મળ્યાં

ઈરફાન ખાનના દીકરા બાબીલે સોશિયલ મીડિયામાં પોતાના સ્વર્ગીય પિતાનો એક વીડિયો તથા તસવીર શૅર કરી હતી. આ વીડિયો તથા તસવીરમાં ઈરફાન ખાન પોતાની પાલતું બિલાડી સાથે જોવા મળ્યાં હતાં.

બાબીલે પોસ્ટ શૅર કરી
બાબીલે પિતાની તસવીર તથા વીડિયો શૅર કર્યો હતો.તસવીરમાં ઈરફાન ખાનના ખોળામાં બિલાડી બેઠી છે. વીડિયોમાં બિલાડી ઈરફાનના હાથને ચાટતી હોય છે.

ચાહકોએ કમેન્ટ્સ કરી
આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે કહ્યું હતું, તમે હંમેશાં અમારા દિલમાં રહેશો તો અન્ય એકે કહ્યું હતું, તેમની તસવીરો શૅર કરવા બદલ ખૂબ આભાર. એક્ટ્રેસ દિલજોતે કહ્યું હતું,લિજેન્ડ હંમેશાં આપણાં હૃદયમાં રહેશે.

29 એપ્રિલે નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે ન્યૂરોએન્ડ્રોક્રાઈનટ્યૂમર સામે બે વર્ષની લડત આપ્યા બાદ ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. પિતાના નિધન બાદ બાબીલ તસવીરો તથા વીડિયો શૅર કરે છે.

ઈરફાનના નિધન બાદ સુતપાએ આ વાત કહી હતી
પતિ ઈરફાનના નિધન બાદ સુતપાએ કહ્યું હતું, જ્યારે આખા વિશ્વે અંગત ખોટ અનુભવી હોય ત્યારે હું કેવી રીતે કહી શકું કે આ ફેમિલી સ્ટેટમેન છે? આ ક્ષણે હજારો લોકો અમારી સાથે છે તો હું કેવી રીતે એકલતા અનુભવી શકું? હું દરેકને કહેવા માગું છું કે મેં કંઈ જ ગુમાવ્યું નથી પરંતુ મેળવ્યું છે. અત્યાર સુધી તેમણે જે શીખવ્યું તેને હવે આચરણમાં લાવવાનોસમય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Irrfan Khan's son Babil shares old video of father, actor seen playing with cat


from Divya Bhaskar https://ift.tt/2yLUCMe
https://ift.tt/2AgdBiz

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...