Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/9_1589111659.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/10/9_1589111659.jpg. Show all posts

Sunday, May 10, 2020

જાવેદ અખ્તરે કહ્યું, લાઉડસ્પીકર પર અઝાન બોલવાથી બીજાને મુશ્કેલી પડે છે, આનો ઉપયોગ બંધ કરવો જોઈએ

ગીતકાર જાવેદ અખ્તરે ફરી એકવાર બીજાની મુશ્કેલીઓને જોતા અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી હતી. તેમણે 9 મે, શનિવારના રોજ એક ટ્વીટમાં આ વાત કહી હતી. આ ટ્વીટ બાદ ફરી એકવાર સોશિયલ મીડિયામાં અઝાનમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તેને લઈ ચર્ચા થવા લાગી હતી. થોડાં વર્ષ પહેલાં સોનુ નિગમે પણ આ જ વાત કરી હતી અને જાવેદ અખ્તરે તેનું સમર્થન કર્યું હતું.

જાવેદ અખ્તરે શું ટ્વીટ કરી?
જાવેદ અખ્તરે ટ્વીટ કરી હતી, ભારતમાં લગભગ 50 વર્ષથી લાઉડસ્પીકર પરઅઝાન આપવીહરામ છે પરંતુ આ હલાલ થઈ રહ્યું છે અને એટલું હલાલ થયું કે તેનો કોઈ અંત જ આવતો નથી. જોકે, આનો અંત આવે તે જરૂરી છે. અઝાન સામે કોઈ વાંધો નથી પરંતુ લાઉડસ્પીકરને કારણે અન્ય લોકોને મુશ્કેલી પડે છે. મને આશા છે કે આ વખતે ઓછામાં ઓછું તે લોકો જાતે જ આમ કરશે.

એક યુઝરે કહ્યું, આપણે શૈતાનના હાથમાં નથી રમતા
જાવેદની ટ્વીટ પર એક યુઝરે કહ્યું હતું, તમારા આ વિચાર સાથે સમંત નથી. મહેરબાની કરીને મુસ્લિમ તથાતેને માનનારા લોકો સાથે સંબંધિત હોય તેવી ટિપ્પણીઓ ના કરો. તમને ખબર હોવી જોઈએ કે આપણે દર વખતે મોટા અવાજેગાતા નથી અને ના તો શૈતાનના હાથમા રમીએ છીએ. અઝાન પ્રાર્થના તથા જીવનને યોગ્ય રસ્તે લઈ જવા માટેની એક સુંદર રીત છે.

જાવેદે આ રીતે જવાબ આપ્યો
આ યુઝરને જવાબ આપતા જાવેદ અખ્તરે કહ્યું, તો શું તમે એમ કહેવા માગો છો કે 50 વર્ષ પહેલાં ઈસ્લામિક વિદ્ધાનોએ લાઉડસ્પીકારને હરામ જાહેર કર્યું હતું, તે તમામ ખોટાં હતાં. તેમને ખ્યાલ નહોતો કે તેઓ શેના વિશે વાત કરે છે. જો તારી પાસે હિંમત હોય તો કહે, નહીંતર હું તને તે તમામ ઈસ્લામિક વિદ્વાનોના નામ કહીશ.

જાવેદે આ પહેલાં પણ વિરોધ કર્યો હતો
ફેબ્રુઆરી 2018માં જાવેદ અખ્તરે ટ્વીટ કરી હતી, આ રેકોર્ડમાં લખી રાખજો, હું સોનુ નિગમ સહિત એ તમામ લોકો સાથે સમંત છું, જેઓ ઈચ્છે છે કે મસ્જિદમાં લાઉડસ્પીકર્સનો ઉપયોગ થવો જોઈએ નહીં. આ સાથે જ રહેણાંક વિસ્તારમાં પણ અન્ય કોઈ પણ પૂજા સ્થળમાં ઉપયોગ થવો જોઈએ નહીં.

સોનુ નિગમે ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો
એપ્રિલ, 2017માં ગાયક સોનુ નિગમે પણ લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવીને દરેક ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં ના આવે તે વાત કરી હતી. આ મુદ્દે સોનુ નિગમે એક પછી એક ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, ઈશ્વર બધાનું ભલું કરે. હું મુસ્લિમ નથી છતા પણ રોજ સવારે અઝાનના અવાજ સાથે જાગવું પડે છે. ખબર નહીં ભારતમાં આ જબરજસ્તીની ધાર્મિકતા ક્યારે પૂરી થશે. મંદિર કે ગુરુદ્વારામા પણ આનો ઉપયોગ થાય તે વાત સાથે સમંત નથી. આમ કેમ થાય, આ ગુંડાંગર્દી છે.

આ ટ્વીટ બાદ સોનુ નિગમ ખાસ્સો ટ્રોલ થયો હતો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
lyricist Javed Akhtar calls to end azaan on loudspeakers, says it causes discomfort to others


from Divya Bhaskar https://ift.tt/35LT6G9
https://ift.tt/2AfGifz

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...