Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/10-5_1589270381.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/10-5_1589270381.jpg. Show all posts

Tuesday, May 12, 2020

સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝ સ્ટારર તેરે બિના વીડિયો સોન્ગ રિલીઝ, સલમાન ખાન જ સિંગર અને ડિરેક્ટર

લોકડાઉનને કારણે ફિલ્મ, સિરિયલ વગેરેનું શૂટિંગ બંધ છે પણ આ બધાની વચ્ચે સલમાન ખાને તેનું બીજું સોન્ગ તેરે બિના યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરી નાખ્યું છે. પનવેલના પોતાના ફાર્મહાઉસ પર રહીને ત્યાં જ જેક્લીન ફર્નાન્ડિઝ સાથે શૂટિંગ કરીને રોમેન્ટિક સોન્ગ તેરે બિના રિલીઝ કર્યું છે. આ સોન્ગને સલમાન ખાને જ ગાયું છે અને વીડિયોને સલમાને જ ડિરેક્ટ કર્યો છે.

>સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, મેં આ ગીત બનાવ્યું, ગાયું, શૂટ કર્યું અને પોસ્ટ કર્યું તમારા માટે, હવે તમે પણ આ ગીત સાંભળો, ગાઓ અને ઘરે જ તમારા સ્વેગમાં શૂટ કરો, પોસ્ટ કરો, શેર કરો, ટેગ કરો અને એન્જોય કરો.

આ સોન્ગનું શૂટિંગ સલમાન, જેક્લીન અને ડીઓપી બસ આ ત્રણ લોકોએ મળીને કર્યું હતું. ચાર દિવસ સુધી રોજ સાંજે કલાકનો સમય તેઓ શૂટિંગ માટે ફાળવતા હતા. સલમાને આ વાત ફાર્મહાઉસ પર જ આપેલ ઇન્ટરવ્યૂમાં કરી હતી. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળનું આ સોન્ગ તેનું અત્યારસુધીનું સૌથી સસ્તું પ્રોડક્શન છે. સલમાને કહ્યું હતું કે એડિટર્સ માટે અવેલેબલ નેટની સ્પીડમાં કામ કરવું મુશ્કેલ હતું. બધા વાઇફાઇ યુઝ કરી રહ્યા છે. અમુકવાર તો કોઈ ફાઈલ ડાઉનલોડ કરવામાં 24-36 કલાક લાગતી હતી.

લોકડાઉનને કારણે સલમાન તેના પનવેલ ફાર્મહાઉસમાં જ ફસાય ગયો છે. તેરે બિના સોન્ગ સલમાનની યુટ્યુબ ચેનલ બીઇંગ સલમાન ખાન પર રિલીઝ થયું છે. લોકડાઉનમાં સલમાને આ બીજું સોન્ગ રિલીઝ કર્યું છે. અગાઉ તેણે પ્યાર કરોના સોન્ગ રિલીઝ કર્યું હતું જેને સલમાને લખ્યું પણ હતું અને ગાયું પણ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan and Jacqueline Fernandez starer Tere Bina Video Song Release, Sung and Directed by Salman Khan


from Divya Bhaskar https://ift.tt/2Adxyq6
https://ift.tt/3blQ2BT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...