Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/3_1589271284.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/3_1589271284.jpg. Show all posts

Tuesday, May 12, 2020

અમિતાભ બચ્ચને ‘ખઈકે પાન બનારસવાલા’માં અભિષેકના ડાન્સની નકલ કરી હતી

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ડૉન’ને 42 વર્ષ પૂર્ણથયા છે. આ ફિલ્મ 12 મે, 1978માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘ખઈકે પાન બનારસવાલા’ ઘણું જ હિટ રહ્યું હતું. હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમણે આ ગીતમાં દીકરા અભિષેકના ડાન્સની નકલ કરી હતી. આ ગીત દરમિયાન તેમને પગમાં એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું.

ફિલ્મની રસપ્રદ માહિતી શૅર કરી
અમિતાભે કહ્યું હતું કે તે સમયે તેઓ દિવસમાં 2-3 શિફ્ટમાં કામ કરતાં હતાં. તે સમયે તેઓ સવારે સાતથી બેની શિફ્ટમાં ચાઈના ક્રિક જતા હતાં. ચાઈના ક્રિક મુંબઈથી થોડાંક અંતરે આવેલું છે. અહીંયા તેમણે એક્શન સીક્વન્સ શૂટ કરી હતી. આ દમરિયાન તેમના પગમાં ઈજા થઈ હતી. પગમાં ફોલ્લાઓ પડી ગયા હતાં. ચાઈના ક્રિકથી તેઓ મેહબૂબ સ્ટૂડિયો ‘ડોન’ના ‘પાન બનારસવાલા’ સોંગ માટે આવ્યા હતાં. તેમણે ખુલ્લા પગે ડાન્સ કરવાનો હતો. ફોલ્લાઓને કારણે તેઓ ચાલી શકે તેમ પણ નહોતાં. સેટ પર ડોક્ટર બોલાવવામાં આવ્યા અને તેમને પગમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શન આપવામાં આવ્યા હતાં અને ચાર-પાંચ દિવસની અંદર આ સોંગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

ડાન્સ અંગે આ ખાસ વાત કહી
‘પાન બનારસવાલા’ સોંગના ડાન્સ મૂવ અંગે કહ્યું હતું કે તેમણે નાનકડાં દીકરા અભિષેક બચ્ચનની નકલ કરી હતી. નાનકડો અભિષેક બચ્ચન જ્યારે પણ ગીત સાંભળે ત્યારે ગીતમાં જે રીતના સાઈડ સ્ટેપ છે, તેમ કરવા લાગતો હતો. તેમણે અભિષેકને જોઈને જ આ રીતના સ્ટેપ કરવાનું નક્કી કર્યું હતું.

ડિસ્ટ્રીબ્યૂટરને ‘ડોન’ નામ પસંદ નહોતું
અમિતાભે કહ્યું હતું કે તે સમયે ડૉન (DAWN) બ્રાન્ડની અન્ડરવિઅર આવતી હતી. આ જ કારણથી ડિસ્ટ્રીબ્યૂટરને આ ટાઈટલ પસંદ આવ્યું નહોતું.

બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો
‘ડોન’ માટે અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર ફિલ્મફેરનો અવોર્ડ મળ્યો હતો. નૂતનને ‘મૈં તુલસી તેરે આંગન કી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ડિરેક્ટર ચંદ્ર બારોટ, જયા બચ્ચન અવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મના પ્રોડ્યૂસર નરીમાન ઈરાનીનું નિધન થયું હતું અને અમિતાભ બચ્ચને તેમના પત્નીને આ અવોર્ડ સમર્પિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 1978ના ફિલ્મફેર અવોર્ડમાં અમિતાભ બચ્ચન ત્રણ ફિલ્મ (’ડોન’, ‘ત્રિશૂલ’ તથા ‘મુકદ્દર કા સિકંદર’) માટે બેસ્ટ એક્ટર માટે નોમિનેટ થયા હતાં.

અમિતાભની 22 દિવસની અંદર ચાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાંથી ત્રણ સુપરહિટ રહી હતી.

નંબર ફિલ્મ રિલીઝ ડેટ ડિરેક્ટર હિટ કે ફ્લોપ?
1 કસમે વાદે 21 એપ્રિલ, 1978 રમેશ બહલ સુપરહિટ
2 બેશરમ 28 એપ્રિલ, 1978 દેવેન વર્મા એવરજ
3 ત્રિશૂલ 5 મે, 1978 યશ ચોપરા સુપરહિટ
4 ડોન 12 મે, 1978 ચંદ્ર બારોટ સુપરહિટ

નરીમાન ઈરાનીનું આ રીતે નિધન થયું હતું
અમિતાભે કહ્યું હતું કે એક અકસ્માતમાં નરીમાન ઈરાનીનું અવસાન થયું હતું. 1977માં નરીમાન એક્ટર મનોજ કુમારની ફિલ્મ ‘ક્રાંતિ’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં. આ સમય દમરિયાન અચાનક તેમનું ધ્યાન પડ્યું કે સેટની દીવાલ પડી રહી છે અને તેની બાજુમાં જ એક બાળક રમી રહ્યું છે. તેમને ડર લાગ્યો કે બાળકને ઈજા થશે એટલે તેઓ તરત જ બાળકને બચાવવા ગયા હતાં. બાળક તો બચી ગયું પરંતુ તેમને થાપામાં ફ્રેક્ચર થયું હતું. જોકે, થોડાંક જ દિવસ બાદ તેમનું નિધન થયું હતું. અમિતાભે નરીમાનને લઈને કહ્યું હતું કે તેઓ ભગવાનના માણસ હતાં, એકદમ સરળ, મૃદુ ભાષી અને પોતાના ક્રાફ્ટમાં માસ્ટર હતાં. તેઓ ‘ડોન’ને જોવા માટે જીવિત રહ્યાં નહીં.

ઈરાનીને દેવામાંથી બહાર લાવવા માટે ‘ડોન’ બનાવવામાં આવી હતી
નરીમાન પ્રોડ્યૂસર બન્યા તે પહેલાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરતાં હતાં. તેમણે બે જ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. સુનીલ દત્ત સ્ટારર ‘જિંદગી જિંદગી’ તથા અમિતાભ બચ્ચનની ‘ડોન.’ ફિલ્મ ‘જિંદગી જિંદગી’ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી અને તે સમયે તેમની પર 12 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ઈરાનીને આર્થિક તંગીમાંથી બહાર લાવવા માટે અમિતાભ બચ્ચન, ઝિન્નત અમાન, ચંદ્ર બારોટ તથા મનોજ કુમારે તેમને એક બીજી ફિલ્મ બનાવવાનું કહ્યું હતું. આ બીજી ફિલ્મ એટલે ‘ડોન.’

સલીમ જાવેદે ‘ડોન’ની સ્ક્રિપ્ટ લખી હતી
ચંદ્ર બારોટ તથા નરીમાન ઈરાની પહેલાં સલીમ-જાવેદ પાસેથી ‘ડોન’ની સ્ક્રિપ્ટ લેવા કોઈ તૈયાર નહોતું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ દેવાનંદ, પ્રકાશ મહેરા તથા જીતેન્દ્રે રિજેક્ટ કરી હતી. તે સમયે સ્ક્રિપ્ટનું કોઈ ટાઈટલ આપવામાં આવ્યું નહોતું. ‘ડોન’ તો સ્ક્રિપ્ટનું એક માત્રપાત્ર હતું. જ્યારે નરીમાને સલીમ ખાનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ પડી છે અને તે કોઈ લેતું નથી. આના પર નરીમાને કહ્યું હતું કે આ સ્ક્રિપ્ટ ચાલશે. આ રીતે ‘ડોન’ ફ્લોર પર આવી હતી. ફિલ્મને ચંદ્ર બારોટે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ઝિન્નત અમાન, પ્રાણ તથા હેલન હતાં. અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યાં હતાં, જેમાં એક ડોનનો અને બીજો વિજયનો રોલ હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan copied Abhishek’s baby dance in film don


from Divya Bhaskar https://ift.tt/3fKw6Mu
https://ift.tt/3bqZjIC

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...