Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/7_1589284561.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/12/7_1589284561.jpg. Show all posts

Tuesday, May 12, 2020

કોલ્ડ વૉર હોવા છતાંય શાહરુખ ખાને ફિલ્મ ‘દામિની’ના રાઈટ્સ સની દેઓલને આપ્યા

શાહરુખ ખાન તથા સની દેઓલ વચ્ચે સારા સંબંધો નથી, તે વાત જગજાહેર છે. બંનેએ યશ ચોપરાની ફિલ્મ ‘ડર’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં નથી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સની દેઓલને ડિરેક્ટર યશ ચોપરા તથા શાહરુખ ખાન સાથે મતભેદ થયા હતાં. જોકે, હવે શાહરુખ ખાન એક્ટર સની દેઓલના ઘરે ગયો હતો અને તેને ‘દામિની’ના રીમેકના રાઈટ્સ આપ્યા હતાં.

સની દેઓલ ‘દામિની’ની રીમેક બનાવવા ઈચ્છે છે
અંગ્રેજી ન્યૂઝ પેપર મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, સની દેઓલ દીકરા કરનને લઈને નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘દામિની’ની રીમક બનાવવા ઈચ્છે છે. જોકે, ફિલ્મના રાઈટ્સ પ્રોડ્યૂસર્સ અલી તથા કરીમ મોરાની પાસેથી શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટે ખરીદ્યા હતાં. જ્યારે શાહરુખ ખાનને સની દેઓલની ઈચ્છાની જાણ થઈ તો તેણે સનીને ફિલ્મના રાઈટ્સ આપી દીધા. પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે લૉકડાઉન પહેલાં શાહરુખ ખાન જાતે સની દેઓલના જુહૂ સ્થિત બંગલે ગયો હતો અને તેણે અહીંયા રાઈટ્સ આપ્યા હતાં.

શાહરુખ-સની દેઓલ વચ્ચે આ કારણ મતભેદ થયા હતા
સની દેઓલે ઈન્ડિયા ટીવીમાં શાહરુખ ખાન સાથેના મતભેદની વાત કરી હતી. સનીને પૂછવામાં આવ્યું હતું કે શાહરુખ તથા યશ ચોપરા તેનાથી ડરતા હતાં? જેના જવાબમાં સનીએ કહ્યું હતું કે તેને લાગે છે કે તેઓ ખોટાં હતાં અને તેથી જ તેનાથી ડરતા હતાં. ફિલ્મ ‘ડર’ના એક સીનને યાદ કરીને સનીએ કહ્યું હતું કે તે એક સીન કરતો હતો, આ સીનમાં શાહરુખ ખાન તેને ચાકુ મારે છે. આ સીનને લઈ તેની યશ ચોપરા સાથે દલીલો થઈ હતી. તે એમને એ સમજાવવાનો પ્રયાસ કરતો હતો કે ફિલ્મમાં તે એક કમાન્ડરની ભૂમિકામાં છે, તેનું પાત્ર એક્સપર્ટ છે, તે એકદમ ફિટ છે. પછી કોઈ છોકરો તેને આટલી સરળતાથી કેવી રીતે મારી શકે છે, તેને કેવી રીતે હરાવી શકે. જો તે છોકરાના જુએ તો તેની પર ચાકુથી હુમલો કરી શકે છે, પરંતુ તે તો તેને જુએ છે પછી તે કેવી રીતે તેને ચાકુ મારી શકે. ત્યારે તો તે કમાન્ડો કહેવાય જ નહીં.

સનીએ આગળ કહ્યું હતું કે યશજી સીનિયર હતાં અને તે તેમનું સન્માન કરતાં હતાં અને કંઈ જ કહી શકે તેમ નહોતો. તેણે પોતાના હાથ જીન્સના પોકેટમાં રાખ્યા હતાં. જોકે, તે બહુ જ ગુસ્સામાં હતો અને તેને ખ્યાલ જ ના રહ્યો કે તેણે ક્યારે ગુસ્સામાં આવીને તેણે હાથથી ક્યારેય પેન્ટ ફાડી નાખ્યું. નોંધનીય છે કે ‘ડર’ ફિલ્મ 1993માં 24 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ-સની ઉપરાંત જૂહી ચાવલા હતી. શાહરુખ ખાન આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં હતો.

ત્યારબાદથી કોઈ વાતચીત ના થઈ
આ ઘટના બાદ સની દેઓલ તથા શાહરુખ ખાન વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતો. સનીએ કહ્યું હતું કે એવું નહોતું કે તેણે વાત ના કરી પરંતુ તેણે બધાથી પોતાની જાતને દૂર કરી અને તે વધુ મળતો નહોતો. આથી જ તેમની મુલાકાત પણ થતી નહોતી અને વાત પણ થતી નહોતી.

‘દામિની’ માટે સની દેઓલને નેશનલ અવોર્ડ મળ્યો હતો
30 એપ્રિલ, 1993માં રિલીઝ થયેલી ‘દામિની’ને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રિશી કપૂર તથા મિનાક્ષી શેષાદ્રી લીડ રોલમાં હતાં. સની દેઓલ સપોર્ટિંગ રોલમાં હતો. તેણે આ ફિલ્મમાં વકીલનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ માટે સની દેઓલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. સનીના પાવરફૂલ પર્ફોર્મન્સ, ઢાઈ કિલો કા હાથ તથા તારીખ પે તારીખ જેવા સંવાદો આજે પણ ચાહકોને યાદ છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલે દીકરા કરનને ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Despite the Cold War, Shah Rukh Khan gave the rights to the film 'Damini' to Sunny Deol


from Divya Bhaskar https://ift.tt/3bqEz3G
https://ift.tt/2Lo0D4s

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...