‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ તેની સગાઈનું અનાઉન્સમેન્ટ કર્યું છે. તેણે મિહિકા બજાજ સાથે સગાઈ કરી છે. મિહિકા સોનમ કપૂરની ક્લોઝ ફ્રેન્ડ છે. પોતાની બહેનપણીને સગાઈના અભિનંદન આપવા સોનમે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, અભિનંદન મારી ડાર્લિંગ બેબી, મિહિકા. આઈ લવ યુ ડોલ. તું બેસ્ટ ડિઝર્વ કરે છે. રાણા દગ્ગુબાતી તારે તેને ખુશ રાખવાની છે. લવ યુ બોથ. રાણા તારું પરિવારમાં સ્વાગત છે.
મિહિકા બજાજ હૈદરાબાદમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઇ છે. તે Dew Drop Design Studio ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપક છે. તેણે લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણ્યું છે.
View this post on InstagramA post shared by miheeka (@miheeka) on Jun 9, 2019 at 1:38am PDT
મિહિકા સોનમની સાથે તેની બહેન રિયા કપૂરની પણ ફ્રેન્ડ છે. મિહિકાએ ગયા વર્ષે સોનમના જન્મદિવસ પર તેના માટે પોસ્ટ પણ અપલોડ કરી હતી. ઉપરાંત તે સોનમનાં લગ્નમાં પણ હાજર હતી જેના ફોટોઝ વાઇરલ થઇ રહ્યા છે.
View this post on InstagramAnd she said Yes :) ❤️#MiheekaBajaj
A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 12, 2020 at 4:17am PDT
રાણાએ ફેન્સને મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરપ્રાઈઝ આપી હતી. રાણાએ મિહિકા સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે, અને તેણે હા પાડી. બંને લગ્ન ક્યારે કરશે તે વિશે હજુ કોઈ માહિતી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dJAB7Q
https://ift.tt/2Z3eLbt