Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/6_1589368598.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/6_1589368598.jpg. Show all posts

Wednesday, May 13, 2020

ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈ પર્સનલ ઈન્ટરવ્યૂ સુધી, જાણો ઘરે રહીને કેવી રીતે ‘કેબીસી 12’માં ભાગ લઈ શકાય

રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની બારમી સિઝન આવી રહી છે. આ શોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થઈ છે. અમિતાભ બચ્ચને કોરોનાવાઈરસ તથા લૉકડાઉનની વચ્ચે આ શોનું શૂટિંગ શરૂ કર્યું છે.

પહેલીવાર પ્રક્રિયા ઓનલાઈન
‘કેબીસી’ના ઈતિહાસમાં પહેલીવાર આ શોના રજિસ્ટ્રેશનથી લઈ સ્પર્ધકોની પસંદગી સુધીની પૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે. ઓડિશન પ્રોસેસને ચાર હિસ્સામાં વહેંચવામાં આવી છે - રજિસ્ટ્રેશન, સ્ક્રીનિંગ, ઓનલાઈન ઓડિશન તથા પર્સનલ ઈન્ટરવ્યૂ. પહેલો રાઉન્ડ 9 મેથી 22 મે સુધી ચાલશે. સ્પર્ધક રજિસ્ટ્રેશન પ્રોસેસ ક્લિયર કરે તો તેને કમ્પ્યૂટરાઈઝ્ડ પ્રોસેસના માધ્યમથી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને બીજા તબક્કાની જાણ ટેલિફોન દ્વારા કરવામાં આવશે.

ત્યારબાદ ઓનલાઈન ઓડિશનમાં એક જનરલ નોલેજ ટેસ્ટ તથા સોની લિવ એપના માધ્યમથી આવેદકોને વીડિયો બનાવવાનો કહેવામાં આવશે. અંતે, સિલેક્ટ થયેલા લોકોને પર્સનલ વીડિયો કોલ માટે ઈન્વાઈટ કરવામાં આવશે. ત્યારબાદ કેટલાંક લોકોને સ્ટેજ પર અમિતાભ બચ્ચનની સાથે ગેમ શોમાં રમવાની તક મળશે.

આ રીતે ભાગ લઈ શકાય છે

  • સ્ટેપ 1. ચેનલ 9 મેથી 22 મે સુધી રોજ રાત્રે નવ વાગે એક સવાલ પૂછશે. આ સવાલનો જવાબ મેસેજ કે સોની લિવ એપના માધ્યમથી આપવાનો રહેશે.

  • સ્ટેપ 2. જેટલા લોકોના નામ રજિસ્ટર થયા હશે, તે તમામ નામોને સોફ્ટવેરની મદદથી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
  • સ્ટેપ 3. આ શોર્ટ લિસ્ટ થયેલા સ્પર્ધકોને મેકર્સ તરફથી એક ઈમેઈલ આવશે, જેમાં જનરલ નોલેજને લગતા કેટલાંક સવાલો પૂછવામાં આવશે અને આ સાથે જ વીડિયો સબમિટ કરવાનું કહેવામાં આવશે. આ વીડિયોમાં સ્પર્ધકે પોતાના બેકગ્રાઉન્ડ અંગે કહેવાનું હશે, પરિવારથી લઈ નોકરી સુધી, પોતાનું પૂરું બેકગ્રાઉન્ડ શૅર કરવાનું રહેશે.
  • સ્ટેપ 4. જનરલ નોલેજ તથા બેકગ્રાઉન્ડ જાણ્યા બાદ મેકર્સ સિલેક્ટેડ સ્પર્ધકો સાથે વીડિયો કોલિંગ દ્વારા પર્સનલ સવાલ કરશે. ત્યારબાદ તે લોકો ટોપ 10ના ક્લસ્ટરમાં સામેલ થશે. અહીંથી ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ અને છેલ્લે અમિતાભ બચ્ચનની સામે રમવાની તક મળશે.

સામાન્ય રીતે રજિસ્ટ્રેશન બાદ સ્પર્ધકોને અલગ-અલગ રાજ્યના વિવિધ સેન્ટર પર બોલાવીને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. જોકે, આ વખતે તમામ પ્રક્રિયા ડિજિટલ હશે. શો સાથે સંકળાયેલા નિકટના સૂત્રોના મતે, આ ડિજિટિલ પ્રોસેસમાં ત્રણ મહિનાનો સમય થશે અને બધું બરોબર રહ્યું તો ઓગસ્ટના અંત સુધીમાં શોનું શૂટિંગ શરૂ થઈ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
From online registration to personal interview, learn how you can participate in 'KBC 12' from home


from Divya Bhaskar https://ift.tt/2yIQwVu
https://ift.tt/3ctYXCB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...