Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/7_1589371433.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/13/7_1589371433.jpg. Show all posts

Wednesday, May 13, 2020

‘પીકે’ ફૅમ સાઈ ગુન્દેવરનું બ્રેન કેન્સરને કારણે 42 વર્ષની ઉંમરમાં અમેરિકામાં નિધન

બોલિવૂડ કલાકાર સાઈપ્રસાદ ગુન્દેવરનું લોસ એન્જલસમાં નિધન થયું હતું. 42 વર્ષીય સાઈ છેલ્લાં એક વર્ષથી બ્રેન કેન્સરની સારવાર કરાવતા હતાં. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં 22 ફેબ્રુઆરી, 1978માં થયો હતો. તેમના નિધન બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.

ગયા વર્ષે ઓપરેશન કરાવ્યું હતું
42 વર્ષના સાઈને બ્રેન કેન્સર હતું અને તેમણે ગયા વર્ષે પોતાના જન્મદિવસ પરએટલે કે 22 ફેબ્રઆરીના રોજ લોસ એન્જલસમાં બ્રેનનું ઓપરેશન કરાવ્યું હતું. અહીંયા તેઓ કેન્સરની પોસ્ટ ઓપરેટિવ સારવાર કરાવતા હતાં.

અનિલ દેશમુખે શું ટ્વીટ કરી?
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરી હતી, એક્ટર સાઈપ્રસાદ ગુન્દેવરે ‘પીકે’ સહિતની ફિલ્મમાં કામ કરીને ચાહકોના દિલ જીત્યા હતાં. તેઓ કેન્સર સામે હારી ગયા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ કલાકાર ગુમાવ્યો છે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

2010માં લાઈમલાઈટમાં આવ્યા હતાં
સાઈએ વર્ષ 2010માં એમટીવીના શો ‘સ્પ્લિટ્સવિલા’માં ભાગ લીધો હતો અને ત્યારબાદ તે લાઈમ લાઈટમાં આવ્યા હતાં. ત્યારબાદ તેમણે અમેરિકન રિયાલિટી શો‘સર્વાઈવર’ના ઈન્ડિયન વર્ઝનમાં કામ કર્યું હતું.

આ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં
સાઈ ‘રોક ઓન’, ‘ડેવિડ’, સલમાન ખાનની ‘યુવરાજ’ તથા આમિર-અનુષ્કાની ‘પીકે’માં જોવા મળ્યાં હતાં. છેલ્લે સૈફ અલી ખાનની ફિલ્મ ‘બાઝાર’માં જોવા મળ્યાં હતાં. સાઈએ કેટલીક જાહેરાતોમાં પણ કામ પણ કર્યું હતું. તેઓ મુંબઈની હેલ્ધી મીલ (ભોજન) ડિલિવરી સર્વિસ ‘ફૂડીઝમ’ના કો-ફાઉન્ડર હતાં. ઈન્સ્ટાગ્રામમાં તેમણે ઓક્ટોબર, 2019માં છેલ્લી પોસ્ટ શૅર કરી હતી. સાઈને કેન્સરની જંગમાં પત્ની સપના અમીન તથા પેરેન્ટ્સે પૂરતો સાથ આપ્યો હતો.

‘પીકે’માં સાઈનો રોલ

13 દિવસમાં બોલિવૂડના ચોથા કલાકારનું કેન્સરની મોત

ઉલ્લેખનીય છે કે 13 દિવસની અંદર બોલિવૂડના ચોથા કલાકારનું નિધન કેન્સરને કારણે થયું છે. સૌ પહેલાં 29 એપ્રિલના રોજ 54 વર્ષીય ઈરફાન ખાનનું નિધન એન્ડ્રોન્યૂરોક્રાઈન ટ્યૂમરને કારણે થયું હતું. તેના બીજા જ દિવસે 67 વર્ષીય રિશી કપૂરનું નિધન થયું હતું. રિશી કપૂર છેલ્લાં 2 વર્ષથી લ્યૂકેમિયાના કેન્સરથી પીડાતા હતાં. 10મેના રોજ 52 વર્ષીય ટીવી કલાકાર શફીક અંસારીનું નિધન પેટના કેન્સરને કારણે થયું હતું. હવે, 42 વર્ષના સાઈનું નિધન બ્રેન કેન્સરને કારણે થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PK star Sai Gundewar dies of brain cancer in US


from Divya Bhaskar https://ift.tt/3brZTWN
https://ift.tt/2WpLJBc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...