Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/2_1589438535.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/2_1589438535.jpg. Show all posts

Thursday, May 14, 2020

સારા અલી ખાને ફ્રેન્ડ્સ સાથેની નાનપણની તસવીરો શૅર કરી, કહ્યું- જો તમે બંને મારા મિત્રો છો તો હું હંમેશાં જીતીશ

સારા અલી ખાને સોશિયલ મીડિયામાં પોતાની નાનપણની મિત્ર ઈશિકા શ્રોફ તથા વેદિકા પિન્ટો સાથેની તસવીરો શૅર કરી હતી.

નાનપણથી લઈ ટીનેજ સુધીની તસવીરો શૅર કરી
સારાએ નાનપણથી લઈ ટીનેજ સુધીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને સારાએ કહ્યું હતું, સારા-નરસા 8395 દિવસો (23 વર્ષ)થી તમને ઓળખું છું. જો તમે બંને મારા ફ્રેન્ડ્સ છો તો હું હંમેશાં જીતીશ.

લૉકડાઉનમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ
લૉકડાઉન દરમિયાન સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવાર-નવાર જૂની તસવીરો શૅર કરતી રહે છે. હાલમાં જ મધર્સ ડે (10 મે) પર સારાએ નાની તથા માતાની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સારાએ કેપ્શન આપ્યું હતું, મેરી મા કી મા. મમ્મીનું સર્જન કરવા બદલ આભાર. ઉલ્લેખનીય છે કે હાલમાં સારા અલી ખાન માતા અમૃતા સિંહ તથા ભાઈ ઈબ્રાહિમ સાથે સમય પસાર કરી રહી છે.

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પહેલી મેના રોજ વરૂણ ધવન સાથેની ફિલ્મ ‘કુલી નંબર 1’ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, તેને લઈ કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત સારા ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં ધનુષ તથા અક્ષય કુમાર સાથે જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara Ali Khan shared childhood photos with friends, saying- If you are both my friends I will always win


from Divya Bhaskar https://ift.tt/361Tpgi
https://ift.tt/35YhdBr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...