Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/3_1589445261.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/3_1589445261.jpg. Show all posts

Thursday, May 14, 2020

ટીવી એક્ટ્રેસ સોનલને લૉકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલી પડતાં મેકઅપ મેને મદદની ઓફર કરી

કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન છે. આ જ કારણથી ટીવી સિરિયલ તથા બોલિવૂડ ફિલ્મ્સનું શૂટિંગ બંધ છે. ઈન્ડસ્ટ્રીઝના ઘણાં કલાકારો તથા વર્કર્સ આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુર્લેકર કોરોનાવાઈરસને કારણે સેલ્ફ આઈસોલેશનમાં છે. જોકે, આ સમય દરમિયાન તેણે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં સોનલના મેકઅપ મેને તેને મદદની ઓફર કરી હતી. એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં મેકઅપ મેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram

@pankajgupt09 ♥️

A post shared by Sonal Vengurlekar (@sonal_1206) on May 13, 2020 at 1:10am PDT

પોસ્ટ શૅર કરી
સોનલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, આજે હું આ મારા મેકઅપ મેનની સાથે શૅર કરી રહી છું. મારીપાસે આવતા મહિને ઘર ચલાવવા માટે વધારે પૈસા નથી, કારણ કે અનેક પ્રોડ્યૂસર્સે હજી સુધી મારા બાકી રહેલા પૈસા આપ્યા નથી. આ લાંબા સમયથી પેન્ડિંગ છે. હું મારા મેકઅપ મેનને લઈને ચિંતિત હતી કે તે આ પરિસ્થિતિમાં કેવી રીતે ગુજરાન ચલાવતા હશે. તેમની પત્ની પ્રેગ્નન્ટ છે અને ખર્ચા પણ અનેક છે. જોકે, તેમણેમને જે મેસેજ કર્યો, તેની મને સહેજ પણ આશા નહોતી. તેમનો મેસેજ વાંચતા જ મારી આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યાં. મેકઅપ મેને મને કહ્યું, મેમ, મારી પાસે અત્યારે 15 હજાર રૂપિયા છે, તમારે જોઈતા હોય તો લઈ લો. મારી પત્નીની ડિલિવરી આવે ત્યારે તમે આપી દેજો. મને નવાઈ લાગે છે કે જેમની પાસે લાખો રૂપિયા છે, તેઓ મારો ફોન રીસિવ કરવા તૈયાર નથી, મને બ્લોક કરી દીધી છે અને મારી મહેનતની કમાણી આપવા તૈયાર નથી. મારા પરિવાર જેવા જ મેકઅપ મેન પંકજ મને પૈસા આપી રહ્યાં છે. મોટી વાત એ નથી કે તે મને પૈસા આપે છે, મોટી વાત એ છે કે તેમની પાસે પૈસા નથી છતાં પણ તેમણે મારા વિશે વિચાર્યું. સમય આવી ગયો છે કે કહેવાતા અમીર લોકો દિલથી પણ અમીર થઈ જાય. આવા લોકોને જોઈ દુઃખ થાય છે.

સોનલગયા વર્ષે ટીવી સિરિયલ ‘યે તેરી ગલીયાં’માં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે વિવિધ સિરિયલમાં નાના-મોટા રોલ કર્યા છે, જેમાં ‘અલક્ષ્મી’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’, ‘દિલ દોસ્તી ડાન્સ’, ‘શાસ્ત્રી સિસ્ટર્સ’, ‘યે વાદા રહા’, ‘દેવ’, ‘શામ દામ દંડ ભેદ’ તથા ‘લાલ ઈશ્ક’ સામેલ છે. ઉલ્લેખનીય છે કે સોનલે આ પહેલાં પણ ગ્લેમરવર્લ્ડને સ્વાર્થી હોવાનું કહ્યુંહતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TV actress Sonal Vengurlekar faces financial crisis, make up man offered help


from Divya Bhaskar https://ift.tt/2T17C7W
https://ift.tt/2xZEDd9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...