Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/1_1589521103.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/1_1589521103.jpg. Show all posts

Friday, May 15, 2020

‘ગુલાબો સિતાબો’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના નિર્ણય પર મલ્ટીપ્લેક્સ એસોસિયેશને પ્રતિક્રિયા આપી

થિયેટર્સ બંધ હોવાને કારણે અનેક ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. કેટલીક ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવશે. આ ન્યૂઝ સામે આવતા મલ્ટીપ્લેક્સ એસિસોયેશને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એસોસિયેશને પ્રતિક્રિયા વ્યક્ત કરતાં એમ કહ્યું હતું કેડિજિટલ પર ફિલ્મ્સ આવવી એક કોર્ટ મેરેજ જેવું છે. થિયેટરમાં કોઈ ફિલ્મનું રિલીઝ થવું તે મસ્તી ધમાલ સાથે લગ્ન થતા હોય તેવું છે

શું કહ્યું?
અધિકારીઓએ કહ્યું, આ પરિસ્થિતિમાં મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીનના ઓનર્સ પ્રોડ્યૂસર્સ પાસેથી મદદની અપેક્ષા રાખે છે પરંતુ ‘ગુલાબો સિતાબો’ આખો અલગ મામલો છે. આ સંકટનો સમય છે અને આ સમયે કોઈ એક ઓપ્શન પર નિર્ભર રહી શકીએ નહીં. જો કોઈ પ્રોડ્યૂસર્સ પોતાની ફિલ્મને હોલ્ડ ના કરી શકે તો કોઈ કંઈ કરી શકે તેમ નથી.

‘ગુલાબો સિતાબો’નેપાયરસીનો ડર નથી
‘ગુલાબો સિતાબો’ જે સેગમેન્ટમાંથી આવે છે, તેને પાઈરસીનો સહેજ પણ નથી. આ ફિલ્મ ‘102 નોટ આઉટ’ જેવા જોનરની ફિલ્મ છે. જો આ ફિલ્મને પછી પણ થિયેટરમાં રિલીઝ કરવામાં આવે તો પણ સારું પ્રદર્શન કરશે. આ પ્રકારની સ્થિતિમાં તેઓ ઓછા રેવન્યૂની શરતો પર ડીલ કરશે.

કરન જોહર ડિજિટલ રિલીઝ નહીં કરે
આ વાત પણ સાચી છે કે ‘ગુલાબો સિતાબો’એ ડિજિટલ રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જોકે, આ નવો નોર્મલ ટ્રેન્ડ બનશે નહીં. કરન જોહરથી લઈ અન્ય પ્રોડક્શન હાઉસે આશ્વાસન આપ્યું છે કે તેમની ફિલ્મ થિયેટરમાં જ પહેલાં રિલીઝ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દરેકની આર્થિક ક્ષમતા અલગ અલગ હોય છે.

ડિજિટલ રિલીઝ થતી ફિલ્મ કોર્ટ મેરેજ જેવી છે
ડિજિટલ પર ફિલ્મ્સ આવવી એક કોર્ટ મેરેજ જેવું છે. થિયેટરમાં કોઈ ફિલ્મનું રિલીઝ થવું તે મસ્તી ધમાલ સાથે લગ્ન થતા હોય તેવું છે. હવે એ તો લોકોની પસંદ પર આધાર રાખે છે કે ડિજિટલ પર લાવીને તેને રજિસ્ટ મેરેજ કરવા છે કે થિયેટરમાં લાવીને મસ્તીભર્યા લગ્ન કરવા છે. કોઈ પિતા નહીં ઈચ્છે છે કે તેની દીકરીના લગ્ન કોર્ટમાં થાય. તો ભવિષ્યમાં પણ પ્રોડ્યૂસર થિયેટરને જ પ્રાથમિકતા આપશે.

300 કરોડની કમાણી કરવા માટે પ્રોડ્યૂસરે આગળ આવવું પડશે
અમેરિકામાં ડિજિટલ પ્લેટફોર્મ વર્ષોથીછે પરંતુ ત્યાં આજે પણ 30 હજાર સિનેમા સ્ક્રીન ચાલે છે. આવું જ ભારતમાં થશે. બિગ બજેટ ફિલ્મ જો 250-300 કરોડથી વધુની કમાણી કરવા ઈચ્છતી હશે તો થિયેટર રિલીઝ વગર આ શક્ય નથી. આ સમયે પ્રોડ્યૂસર્સે થિયેટર પાસે જવું જ પડશે.

આયુષ્માને ‘ગુરુ દક્ષિણા’ આપી
ટ્રેડ પંડિતોમાં ચર્ચા છે કે આયુષ્માને ‘ગુલાબો સિતાબો’ને ડિજિટલ પર રિલીઝ કરવાની સંમતિ આપી છે. આ પ્રકારે તેણે શૂજીત સરકાર તથા રોની લહરીને ગુરુ દક્ષિણા આપી છે. આ બંનેએ આયુષ્માનને ‘વિકી ડોનર’થી લોન્ચ કર્યો હતો અને સ્ટાર બનાવ્યો હતો. જ્યારે આ ફિલ્મને ડિજિટલ પર રિલીઝ કરવાનો મુદ્દો આવ્યો ત્યારે આયુષ્માન ના કહી શક્યો નહીં.

સૈફ અલી ખાન તથા સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યાં
દરેક સ્ટાર ઈચ્છે છે કે તેમની ફિલ્મ પહેલાં થિયેટરમાં જ રિલીઝ થાય. ગયા વર્ષે સુશાંત સિંહ તથા સૈફ અલી ખાને કોન્ટ્રાક્ટમાં એ વાત સામેલ કરી હતી કે તેમની ફિલ્મ પહેલાં થિયેટરમાં રિલીઝ થશે અને પછી જ ડિજિટલ પર આવશે. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ફિલ્મ નિર્માણની પ્રક્રિયા ચાલતી રહે તે માટે સ્ટાર્સ પણ પ્રોડ્યૂસર્સને સાથ આપી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Multiplex Association reacts to decision to release 'Gulabo Sitabo' on digital platform


from Divya Bhaskar https://ift.tt/3fRIQAQ
https://ift.tt/2X1kH2b

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...