Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/2_1589527157.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/2_1589527157.jpg. Show all posts

Friday, May 15, 2020

પ્રોડ્યૂસર્સ ગિલ્ડે આઈનોક્સના વિરોધ પર જવાબ આપતા કહ્યું, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી

લૉકડાઉનને કારણે થિયેટર ક્યારે ખુલશે તે હજી નક્કી નથી. આ સમયે પ્રોડ્યૂસર્સે થિયેટરને બદલે પોતાની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અમિતાભની ‘ગુલાબો સિતાબો’ તથા વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ સહિત સાત ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ વાત પર આઈનોક્સેનારાજગી પ્રગટ કરી હતી. આને લઈહવે પ્રોડ્યૂસર્સ ગિલ્ડે જવાબ આપ્યો છે.

શુ કહ્યું પ્રોડ્યૂસર્સ ગિલ્ડે?
પ્રોડ્યૂસર્સ ગિલ્ડે સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે અત્યારે જાહેર આરોગ્ય તથા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે. આ સમયે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સાથે મળીને મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરવાની છે, જેમાં પ્રોડ્યૂસર્સ, ડિસ્ટ્રીબ્યૂટર્સ, એક્ઝિબિટર્સ, રોજમદાર શ્રમિકો, ટેકનિશિયન્સ તથા આ ઈન્ડસ્ટ્રી પર નિર્ભર હજારો લોકો સામેલ છે

આ મુશ્કેલ સમયમાં એક્ઝિબિશન સેક્ટરના અમારા સાથીદારો કેટલાંક નિવેદનો આપે છે. આ બાબત નિરાશાજનક છે.

જે રીતે એક્ઝિબિશન સેક્ટરને રોજનું કરોડોનું નુકસાન થાય છે, તે જ રીતે પ્રોડક્શન સેક્ટરને પણ નુકસાન થઈ રહ્યું છે.

- શૂટિંગ ફરીવાર ક્યારે શરૂ થશે તે નક્કી નથી અને તેથી જ મોંઘા સેટ એમના એમ પડી રહ્યાં છે. તેમની કિંમત, સ્ટૂડિયોની કિંમત પ્રોડ્યૂસર્સે ચૂકવવાની છે. ઈન્સ્યોરન્સ કંપનીએ આ કિંમતને ઈન્સ્યોરન્સ હેઠળ ગણવાની ના પાડી દીધી છે. લૉકડાઉનને કારણે શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યા છે અને તેને કારણે પ્રોડ્યૂસર્સે કેન્સલેશન ચાર્જિસચૂકવવા પડ્યાં છે. આમાં પણ ઈન્સ્યોરન્સ કંપનીની મદદ મળી નથી.

- થિયેટર ક્યારે ખુલશે તે નક્કી નથી અને તેથી જ પ્રોડ્યૂસર્સ પર વ્યાજનો બોજ વધી રહ્યો છે. સાચી વાત એ છે કે સર્વિસ સેક્ટરમાંથી થિયેટરને સૌથી છેલ્લે ફરીવાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

- થિયેટર શરૂ કરવાને લઈ દેશભરમાં મૂંઝવણમાં છે, રાજ્ય સરકારો પોતાના ત્યાંની પરિસ્થિતિ જોઈને પોતાની રીતે નિર્ણય લેશે. હિંદી ફિલ્મના પ્રોડ્યૂસર્સે આખા દેશમાં થિયેટર ખુલે ત્યાં સુધી રાહ જોવી પડશે. આખા દેશમાં થિયેટર ખુલવાને હજી ઘણી જ વાર છે.

- જો ભારતમાં થિયેટર ફરીવાર શરૂ થઈ ગયા તો પણ એ વાતની કોઈ જ ગેરંટી નથી કે ઓવરસિઝ થિયેટર માર્કેટ પણ ચાલુ થઈ જશે. હિંદી સિનેમામાં વિદેશની કમાણી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બની શકે કે કેટલાંક દેશોમાં થિયેટર ખુલે અને કેટલાંક દેશોમાં ના ખુલે. અંતે, પ્રોડ્યૂસર્સને વધારાની આવકનું નુકસાન જશે.

- જ્યારે સિનેમા ફરીવાર શરૂ થાય ત્યારે દર્શકોની સંખ્યા ઓછી હશે. સૌથી પહેલું કારણ કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે અને સિનેપ્રેમીઓ પબ્લિક પ્લેસ પર જતા પહેલાં વિચાર કરશે.

- વધુમાં અત્યાર સુધી જેટલી પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, તેને કારણે થિયેટર પાસે રિલીઝ કરવા માટે વધુ ફિલ્મ હશે, જેને કારણે નાના તથા મધ્યમ બજેટની ફિલ્મને પૂરતી જગ્યા મળશે નહીં.

પ્રોડ્યૂસર્સે પોતાની ફિલ્મ્સમાં પહેલેથી જ રોકાણ કર્યું છે, તે હવે કેવી રીતે વિવિધ વિકલ્પથી કમાણી કરી શકે તેના પર વિચાર કરે તે સ્વાભાવિક છે. આ સમયે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ દરેક વ્યક્તિએ વિરોધ કરવાને બદલે બીજાની પરિસ્થિતિ સમજવાની જરૂર છે.

આઈનોક્સે શું કહ્યું હતું?
મલ્ટીપ્લેક્સ કંપની આઈનોક્સે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનો વિરોધ કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે અત્યાર સુધી ફિલ્મ પ્રોડક્શન તથા તેમણે સાથે મળીને કામ કર્યું છે. તેમણે થિયેટરમાં દર્શકોને સારો અનુભવ મળે તે માટે મલ્ટીપ્લેક્સ, વર્લ્ડ ક્લાસ સ્ક્રીન અને અન્ય સુવિધાઓ માટે ઘણું જ રોકાણ કર્યું છે. આ મુશ્કેલ સમયમાં પ્રોડક્શન કંપનીઓ પોતાની ફિલ્મ ડિજિટલ પર રિલીઝ કરે તે દુઃખદ છે. આમ કરવું પાર્ટનરશિપનું ઉલ્લંઘન છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Producers Guild Of India releases a statement for those opposing OTT releases of the films


from Divya Bhaskar https://ift.tt/2X1tIbx
https://ift.tt/368JoxS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...