Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/3_1589530832.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/3_1589530832.jpg. Show all posts

Friday, May 15, 2020

‘ઘૂમકેતુ’નું ટીઝર રિલીઝ, નવાઝુ્દ્દીન સિદ્દીકી-અનુરાગ કશ્યપની જોડી જોવા મળી

નવાઝુદ્દીનન સિદ્દીકીની ફિલ્મ ‘ઘૂમકેતુ’ ડિજિટલ પ્લેટફોર્મ ઝી5 પર 22 મેના રોજ સ્ટ્રીમ થવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં નવાઝ લેખકના રોલમાં તથા અનુરાગ કશ્યપ પોલીસના રોલમાં છે. ટીઝરમાં અમિતાભ બચ્ચન, સોનાક્ષી સિંહા તથા રણવીર સિંહ પણ જોવા મળ્યાં હતાં.

શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મમાં નવાઝ નવો નવો લેખક બન્યો હોય છે. તે પોતાને સ્ક્રિપ્ટરાઈટર તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરે છે અને તે ફિલ્મમાં કામ કરવાનું સપનું લઈને મુંબઈ આવે છે. જોકે, તેની ફિલ્મ્સની સ્ક્રિપ્ટ ચોરાઈ જાય છે અને તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવે છે. અહીંયા તેની મુલાકાત પોલીસ સાથે થાય છે. પોલીસના રોલમાં અનુરાગ કશ્યપ જોવા મળે છે.

આ ફિલ્મને પુષ્પેન્દ્ર નાથ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનેફેન્ટમ ફિલ્મ્સ તથાસોની પિક્ચર્સ નેટવર્ક્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં ઈલા અરૂણ, રઘુવીર યાદવ, સ્વાનંદ કિરકિરે તથા રાગિણી ખન્ના છે. આ ઉપરાંત ફિલ્મમાં લૌરેન, ફિલ્મમેકર નિખીલ અડવાણી તથા ચિત્રગંદા સિંહ પણ જોવા મળશે.

ફિલ્મને લઈ નવાઝે કહ્યું હતું કે તેણે આ પહેલાં ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી. તેણે અનુરાગ સાથે સ્ક્રીન શૅર કરી છે અને તે અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. આ ફિલ્મ ચાહકોને એન્ટરટેઈન કરશે. અનુરાગે કહ્યું હતું કે આ ફિલ્મ એકદમ ફની અને દિલને સ્પર્શી જનારી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી આ પહેલાં ‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મની વાત કરીએ તો ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સિઝનમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ‘મેક માફિયા’માં પણ નવાઝ જોવા મળ્યો હતો. અનુરાગ કશ્યપ આ પહેલાં ફિલ્મ ‘અકિરા’માં પોલીસના રોલમાં જોવા મળ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Ghoomketu' teaser release, Nawazuddin Siddiqui-Anurag Kashyap unite for hilarious joyride


from Divya Bhaskar https://ift.tt/35ZNk3X
https://ift.tt/3fR4kOb

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...