Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/7_1589548225.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/15/7_1589548225.jpg. Show all posts

Friday, May 15, 2020

ટીના અંબાણીએ પતિ-દીકરાઓની તસવીર શૅર કરીને કહ્યું, આ સમયે પરિવારનું મહત્ત્વ સમજાયું

ફેમિલી ડે પર બોલિવૂડ એક્ટ્રેસ તથા બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ શુક્રવાર (15 મે)ના રોજ પરિવારની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં અનિલ અંબાણી ઉપરાંત તેમના બંને દીકરા અનમોલ તથા અંશુલ જોવા મળ્યાહતા. આ ત્રણેય એકબીજાના વાળ ટ્રિમ કરતાં જોવા મળ્યાહતાઅને ટીના અંબાણીએ તેમની તસવીરો ક્લિક કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
ટીનાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું કે આજના સમયે આપણે પરિવારનું મહત્ત્વ પહેલાં કરતાં વધુ સમજ્યા છીએ. પ્રિયજનો તથા તમે જેને પ્રેમ કરો છો તેને સાથે રાખો. એકબીજા સાથે સમય પસાર કરો, ખરી રીતે તો તે જ સ્વર્ગ છે અને સલામત જગ્યા છે.

અવાર-નવાર પરિવારની તસવીરો શૅર કરે છે
ટીના અંબાણી સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે અને અવારનવાર પરિવારની તસવીર શૅર કરે છે. હાલમાં જ 10 મેના રોજ મધર્સ ડે પર તેમણે પોતાની માતા, સાસુ કોકિલાબેન તથા દીકરાની તસવીરો શૅર કરી હતી. આ પહેલાં 10 એપ્રિલના રોજ સિબ્લિંગ્સ ડે પર તમામ બહેનો સાથેની એક તસવીર શૅર કરી હતી. ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ ઈન્ટરનેશનલ મેન્સ ડે પર પરિવારના પુરુષ સભ્યોની તસવીર શૅર કરી હતી.

ઈન્ટરનેશનલ સિબ્લિંગ્સ ડે પર બહેનો સાથેની તસવીર શૅર કરી હતી

ઈન્ટરનેશનલ મેન્સ ડે પર પરિવારના પુરુષોનો ફોટો શૅર કર્યો હતો



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tina Ambani shared a picture of husband and son and said, this time we understood the importance of family


from Divya Bhaskar https://ift.tt/2z0GYoD
https://ift.tt/2Wyb1wS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...