Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/2_1589701725.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/2_1589701725.jpg. Show all posts

Sunday, May 17, 2020

‘83’ તથા ‘સૂર્યવંશી’ના મેકર્સે કહ્યું, તમામ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ શકે નહીં, પ્રોડ્યૂસર્સ રિટર્નના આધારે નક્કી કરશે

લૉકડાઉનની વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર સાત નવી ફિલ્મ રિલીઝ થવાની છે. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે નાના તથા મધ્યમ બજેટની ફિલ્મ હવે થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ થશે. જોકે, બિગ બજેટ ફિલ્મ બનાવનાર કોર્પોરેટ હજી પણ લૉકડાઉન પૂરું થાય તેની રાહ જુએ છે. ખાસ કરીને ‘83’ તથા ‘સૂર્યવંશી’ જેવી બિગ બજેટ ફિલ્મ બનાવનાર રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ હજી પણ એ વાત પર કાયમ છે કે તેઓ પહેલાં થિયેટરમાં જ ફિલ્મ રિલીઝ કરશે. કંપનીના સીઈઓ શિવાશીષ સરકારે આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.સવાલઃ આગામી એક વર્ષ સુધી થિયેટર ખુલવાની આશા ઓછી છે, આવામાં ફિલ્મ પ્રોડ્યૂસર્સની પાસે પ્લાન બી શું હોઈ શકે?
શિવાશીષઃ
હું આટલું બધું નિરાશ થઈને વિચારી શકું નહીં. મને વિશ્વાસ છે કે ખરાબ સ્થિતિમાં પણ અન્ય દેશોની સાથે સાથે ભારતમાં પણ ઓગસ્ટ-સપ્ટેમ્બરથી થિયેટર શરૂ થશે. સંબંધિત જે ઓવરસિઝ માર્કેટ છે, ત્યાં પણ જૂન-જુલાઈથી થિયેટર શરૂ થઈ જશે. હવે, ફિલ્મ થિયેટર માટે પણ બનશે અને ડિજિટલ માટે પણ બનશે.
સવાલઃ હાલની પરિસ્થિતિ જોઈને તમે આટલા વિશ્વાસ સાથે આ વાત કેવી રીતે કહી શકો?
શિવાશીષઃ
આવું એટલા માટે કે પ્રોડ્યૂસર્સ થિયેટર વગર સર્વાઈવ કરી શકવાના નથી અને થિયેટર પ્રોડ્યૂસર્સ વગર સર્વાઈવ કરી શકે તેમ નથી. આજની તારીખે દેશમાં જેટલા પણ થિયેટર છે અને જેટલી પણ ફિલ્મ બને છે, તમામ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ શકે તેમ નથી. પ્રોડ્યૂસર્સ પાસે ઓપ્શન બી આ જ છે કે તેઓ રાહ જુએ. હું તમને ફિલ્મ હોલ્ડ પર રાખવાનું ના કહી શકું. માત્ર રાહ જોવાનું કહી શકું. એવું નથી કે કોઈ મીડિયમ બંધ થઈ જશે.
સવાલઃ ટ્રેડમાં તો એમ જ ચર્ચાઈ રહ્યું છે કે 40 કરોડની ફિલ્મને ડિજિટલવાળા 60 કરોડની ઓફર આપી રહ્યાં છે એટલે સીધી રીતે તો પ્રોફિટ છે. પ્રોડ્યૂસર્સને પ્રમોશનનો ખર્ચ પણ નથી તો બધા ડિજિટલ પર જશે?
શિવાશીષઃ
સાચી વાત એ છે કે આજની તારખીમાં અનેક ફિલ્મ 35-40 કરોડના બજેટમાં છે. આ વાત ડિજિટલ પ્લેટફોર્મવાળાને પણ ખબર છે. જોકે, સત્ય તો એ છે કે તે ફિલ્મને કોઈ 60 કરોડ આપતું નથી. પ્રોડ્યૂસર્સને બસ એક પ્રોફિટ માર્જિન આપવામાં આવે છે. પ્રમોશનનો ખર્ચ નથી કરવાનો એ વાત યોગ્ય છે. પ્રોડ્યૂસર્સને ડિજિટલ પર જવામાં કોઈ વાંધો નથી. તેણે પૈસાનું રોકાણ કર્યું છે અને તેના પર વ્યાજ ચઢી રહ્યું છે. તેણે પોતાના સ્ટાફને પગાર આપવાનો છે. દરેકની પોતાની ક્ષમતા હોય છે. કોઈ બીજાને જજ કરી શકે નહીં પરંતુ હા એ વાત સાચી છે કે અહીંયા પુષ્કળ પૈસા મળતા નથી. માત્ર એક બિઝનેસ મોડલ બની શકે છે.
સવાલઃ આપણાં દેશમાં વધારે ફિલ્મ બને છે એટલે આવું છે?
શિવાશીષઃ
હા, તમામ ભાષાઓમાં બનતીફિલ્મની ગણતરી કરવામાં આવે તો વર્ષે હજાર ફિલ્મ બને છે. 200 ફિલ્મ તો માત્ર હિંદીમાં બને છે આમાંથી 40-50 યોગ્ય બજેટવાળી હોય છે. 200 ફિલ્મને ખરીદવાની ક્ષમતા જો તમામ ડિજિટલ પ્લેટફોર્મ મળી જાય તો પણ નથી. આજે પણ થિયેટરમાંથી 60 ટકા જેટલી આવક થાય છે. આ આવકને કોઈ પણ પ્રોડ્યૂસર્સ લાંબા સમય સુધી છોડી શકે નહીં. ત્રણ, છ કે આઠ મહિના બાદ થિયેટરની સ્થિતિ સારી થશે એટલે બધા લોકો થિયેટરમાં આવશે. જો 40 કરોડના 60 કરોડ મળતા હોય તો અન્ય લોકો પણ બિઝનેસ છોડીને આ તરફ જ આવવા લાગે.
સવાલઃ ‘83’ માટે ઓફર આવી હતી તો ‘સૂર્યવંશી’ માટે પણ ઓફર આવી જ હશે?
શિવાશીઃ
હા, છેલ્લાં બે મહિનામાં તમામ પ્લેટફોર્મે અપ્રોચ કર્યો છે. હું તે ચર્ચામાં નહીં પડું કે ‘83’ને 148 કરોડની ઓફર આવી હતી. તે યોગ્ય નથી. અમે શરૂઆતથી જ ક્લિયર છીએ કે અમારા ડિરેક્ટર રાહ જોવા ઈચ્છે છે. અમારી જેટલી ક્ષમતા છે, ત્યાં સુધી અમે રાહ જોઈશું.
સવાલઃ ‘83’માં દીપિકા પાદુકોણ પણ ફિલ્મની કો-પ્રોડ્યૂસર છે? તેની સાથે ચર્ચા કરવામાં આવે છે?
શિવાશીષઃ
અમારા નિર્ણયો કબીર ખાન તથા રોહિત શેટ્ટી મળીને લઈ રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The makers of '83' and 'Sooryavanshi said that not all films can go on digital platforms, producers will decide on the basis of returns.


from Divya Bhaskar https://ift.tt/2y6xUy6
https://ift.tt/368WR8B

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...