Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/4_1589707897.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/17/4_1589707897.jpg. Show all posts

Sunday, May 17, 2020

લૉકડાઉનમાં નુસરત ભરૂચાની સ્પેશિયલ બર્થડે પાર્ટી, મોડી રાત્રે માતા સાથે ડાન્સ કર્યો

‘પ્યાર કા પંચનામા’ તથા ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ ફૅમ નુસરત ભરૂચાનો 17 મેના રોજ 35મો જન્મદિવસ છે. લૉકડાઉનને કારણે નુસરતે માતા સાથે જ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નુસરતે ઈન્સ્ટા સ્ટોરીમાં બર્થડે સેલિબ્રેશનના વીડિયો શૅર કર્યાં હતાં.

માતા સાથે ડાન્સ કર્યો
નુસરતે લેટ નાઈટ બર્થ ડે સેલિબ્રેશનના કેટલાંક વીડિયો શૅર કર્યાં હતાં, જેમાં તે પોતાની માતા તથા પાલતું બિલાડી નોઆહ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. નુસરતે આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ના ગીત ‘આજ ના છોંડગે તુજે..’ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો શૅર કરીને નુસરતે કેપ્શન આપ્યું હતું, બર્થડે સ્પેશિયલ, મમ્મીની સાથે હાઉસ પાર્ટી. આ વીડિયોમાં નુસરત નાઈટ ડ્રેસમાં હતી.

માતા સાથે લૉકડાઉનનો સમય પસાર કરી રહી છે
લૉકડાઉન બાદથી જ નુસરત પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. આ સમય દરમિયાન નુસરત અવાર-નવાર ઘરના વીડિયો શૅર કરતી હોય છે. ક્યારેક તે શાકભાજી સમારતી જોવા મળી હતી તો ક્યારેક તેણે માતા સાથે લૉકડાઉન ટેસ્ટ આપી હતી.

‘પ્યાર કા પંચનામા’થી બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર નુસરત ઘણાં જ ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગઈ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ડ્રીમ ગર્લ’એ 142 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના હતો. આ વર્ષે નુસરત એક્ટર રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘છલાંગ’ તથા સની કૌશલ સાથે ‘હુડદંગ’માં જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
nushrat bharucha special birthday party during Lockdown, danced with mother


from Divya Bhaskar https://ift.tt/2Z8c74l
https://ift.tt/3bEnuU7

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...