Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/2_1589781409.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/2_1589781409.jpg. Show all posts

Monday, May 18, 2020

લતા મંગેશકરે 211 સિંગર્સે ગાયેલું ‘જયતુ જયતુ ભારતમ’ ગીત શૅર કર્યું, પીએમ મોદીએ વખાણ કર્યાં

પીએમ મોદીએ કોરોનાવાઈરસ જેવી મહામારીની વચ્ચે દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીના આ અભિયાનને બોલિવૂડના અનેક કલાકારોનું સમર્થન મળ્યું છે. આત્મનિર્ભર અભિયાન પર દેશના લગભગ 211 જાણીતા ગાયકોએ સાથે મળીને ‘જયતુ જયતુ ભારતમ’ ગીત તૈયાર કર્યું છે. આ ગીતને લઈ પીએમ મોદીએ હાલમાં જ ટ્વીટ કરી હતી.

ગીતને પ્રેરણાદાયી ગણાવ્યું
પીએમ મોદીએ આ ગીતના વખાણ કરતાં કહ્યું હતું કે ગીતદરેકને ઉત્સાહિત તથા પ્રેરણાદાયી કરે છે.

લતા મંગેશકરે ટ્વીટ કરી હતી
લતા મંગેશકરે ટ્વિટર પર ‘જયતુ જયતુ ભારતમ’ને લઈ ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું, નમસ્કાર ISRA (ઈન્ડિયન સિંગર્સ રાઈટ એસિસોયેશન)ના 211 કલાકારોએ એક થઈને આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત આ ગીતનું નિર્માણ કર્યુ છે. આ ગીત ભારતની જનતા તથા આપણાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે અર્પણ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે લતાજીની આ ટ્વીટ પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો.

ગીત 12 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે
‘જયતુ જયતુ ભારતમ’ ગીત દેશભરના લોકપ્રિય 211 ગાયકોએ સાથે મળીને ગાયું છે. ગીતની શરૂઆત આશા ભોસલે સાથે થાય છે. ત્યારબાદ ગીતમાં એસ પી બાલસુબ્રમણ્યમ, સોનુ નિગમ, શંકર મહાદેવન, કૈલાશ ખેર, અનુપ જલોટા, અનુરાધા પૌંડવાલ, કવિતા કૃષ્ણામૂર્તિ, શાન, ઉદિત નારાયણ, પંકજ ઉધાસ, અભિજીત, તલત અઝીઝ જેવા સિંગર્સ જોવા મળે છે. આ ગીતને 12 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતને પ્રસૂન જોષીએ લખ્યું છે.

પીએમે લોકલ માટે વોકલ બનવાનું કહ્યું હતું
આ પહેલાં પીએમ મોદીએ પોતાના રાષ્ટ્ર સંજોગ સંબોધનમાં કોરોના સંકટમાં લોકલ મેન્યુફેક્ચરિંગ તથા લોકલ માર્કેટનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકલ જ આપણી માગ પૂરી શકે તેમ છે. સમયે આપણને શીખવ્યું કે લોકલને આપણો જીવનમંત્ર બનાવવો પડશે. આજે જે ગ્લોબલ બ્રાન્ડ છે, તે એક સમયે લોકલ હતી. ત્યાંના લોકોએ તેનો ઉપયોગ કર્યો અને પ્રચાર કર્યો તો તે પ્રોડક્ટ ગ્લોબલ બની ગઈ. આથી જ હવે આપણે લોકલ બ્રાન્ડનો પ્રચાર કરવો પડશે અને લોકલ માટે આપણે વોકલ બનવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lata Mangeshkar Tweets 'Jayatu Bharatam' Song


from Divya Bhaskar https://ift.tt/3g16r2b
https://ift.tt/2AEapxr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...