Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/3_1589783854.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/3_1589783854.jpg. Show all posts

Monday, May 18, 2020

અમિતાભ બચ્ચને સફાઈ કર્મીઓને શુભેચ્છક ગણાવ્યા, કહ્યું- કોણ કહે છે કે જલસા પર રવિવારની વેલ વિશર મીટિંગ બંધ થઈ ગઈ

લૉકડાઉનને કારણે બે મહિનાથી અમિતાભ બચ્ચનના સન્ડે દર્શન કેન્સલ છે. આ રીતે 10 રવિવાર પસાર થઈ ગયા. આ સમય દરમિયાન ના તો ચાહકો તેમના બંગલા જલસાની બહાર ભેગા થયા અને ના તો બિગ બી બંગલાની બહાર આવ્યા. જોકે, અમિતાભ બચ્ચન આવું માનતા નથી. તેમની નજરમાં બંગલાની બહાર કચરો વાળતો સફાઈ કર્મી પણ શુભેચ્છક જ છે. સફાઈ કર્મી કોરોનવાઈરસની વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યો છે અને તેથી જ બિગ બી માટે તે શુભચિંતકથી સહેજ પણ ઓછો નથી.
અમિતાભે ટ્વિટર પર તસવીર શૅર કરી
અમિતાભ બચ્ચને ટ્વિટર પર સફાઈ કર્મીની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ સાથે જ તેમણે દિલને સ્પર્શી જતી પોસ્ટ પણ શૅર કરી હતી. બિગ બીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું હતું, કોણ કહે છે કે જલસા પર સન્ડેની વેલ વિશર મિટિંગ બંધ થઈ ગઈ છે....આ જુઓ.

15 માર્ચથી ચાહકો સાથેની મુલાકાત બંધ છે
અમિતાભ બચ્ચન 15 માર્ચથી ચાહકોને મળ્યા નથી. તેમણે ટ્વિટર પર સન્ડે દર્શન કેન્સલ કર્યાં હોવાની જાહેરાત કરી હતી. 15 માર્ચે બિગ બીએ ટ્વીટ કરી હતી, તમામ શુભેચ્છકોને પ્રાર્થના છે કે આજ સાંજે જલસાના ગેટ પર આવવું નહીં. સન્ડે મીટ માટે હું આવી શકીશ નહીં. સાવધાની રાખો, સલામત રહો. સન્ડે દર્શન કેન્સલ છે. મહેરબાની કરીને અહીંયા ભેગા ના થવું.


37 વર્ષ પહેલાં આ પરંપરા શરૂ કરી હતી
1982માં અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કુલી’ના સેટ પર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. અમિતાભ બચ્ચન જલદીથી સાજા થાય તે માટે દેશભરમાં ચાહકોએ પ્રાર્થના તથા પૂજાપાઠ કરાવ્યા હતાં. અમિતાભ બચ્ચન સાજા થઈને ઘરે આવ્યા ત્યારબાદથી દર રવિવારે તેઓ બંગલાની બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે. સન્ડે દર્શનની તસવીરો બિગ બી સોશિયલ મીડિયામાં પણ શૅર કરતા હોય છે. ગયા વર્ષે અમિતાભ બચ્ચન બીમાર થયા હતાં અને તેને કારણે તેમણે સન્ડે દર્શન કેન્સલ કર્યાં હતાં. આ વર્ષે કોરોનાને કારણે સન્ડે દર્શન બંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Amitabh Bachchan shares a glimpse of 'well-wishers' outside jalsa


from Divya Bhaskar https://ift.tt/2AyCNRn
https://ift.tt/2LAusij

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...