Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/6_1589792034.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/6_1589792034.jpg. Show all posts

Monday, May 18, 2020

શિલ્પા શેટ્ટીએ દીકરા વિઆનનો વીડિયો શૅર કરીને કહ્યું, પ્રેક્ટિસ તમને પર્ફેક્ટ બનાવે છે

કોરોનાવાઈરસને કારણે દેશમાં ચોથા તબક્કાનું લૉકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. બોલિવૂડ સેલેબ્સ ઘરે રહીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શિલ્પા શેટ્ટી પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ સાત વર્ષીય દીકરા વિઆનનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં વિઆન બેકફ્લિપ કરે છે.

શિલ્પા શેટ્ટી ફિટનેસને લઈ સજાગ
શિલ્પા શેટ્ટી ફિટનેસને લઈ ઘણી જ સજાગ છે. તે નિયમિત રીતે ઘરે વર્કઆઉટ તથા યોગ કરતી હોય છે. શિલ્પાએ કહ્યું હતું કે તેને જોઈને દીકરો વિઆન પણ હેલ્થ તથા ફિટનેસને લઈ સજાગ બન્યો અને તેને પણ તેમાં રસ જાગ્યો હતો.

શિલ્પાએ પોસ્ટ શૅર કરી
શિલ્પાએ દીકરા વિઆનનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં વિઆન ઘણી જ સહજતાથી બેકફ્લિપ મારે છે. આ વીડિયો શૅર કરીને શિલ્પાએ લાંબી પોસ્ટ શૅર કરી હતી. શિલ્પાએ કહ્યું હતું, બાળકો માતા-પિતાને જોઈને શીખતા હોય છે. અમને રોજ વર્કઆઉટ તથા યોગ કરતાં જોઈને વિઆનને પણ તેમાં રસ પડ્યો અને તે પોતાની હેલ્થ તથા ફિટનેસ પર ધ્યાન આપવા લાગ્યો. બાળકોમાં ઘણી જ એનર્જી હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એનર્જીને યોગ્ય રીતે વાળવામાં આવે. વિઆનને જિમ્નાસ્ટિક પસંદ છે અને તેથી જ મેં તેને તેમાં મૂક્યો. જોકે, પ્રેક્ટિસ વગર જિમ્નાસ્ટિક્સ યોગ્ય રીતે કરી શકાય નહીં. તેથી અમે સતત પ્રેક્ટિસ કરતાં હતાં. તેને સતત તેમાં વ્યસ્ત રાખતાં. જો તમારા બાળકો પણ કંઈક શીખતા હોય તો તેને સતત પ્રેક્ટિસ કરાવો. કારણ કે પ્રેક્ટિસથી જ માણસ પર્ફેક્ટ બની શકે છે. સતત પ્રેક્ટિસ કરવાથી ભૂખ સારી લાગે છે અને ઊંઘ પણ સારી આવે છે. ઘરે રહો, સલામત રહો.

View this post on Instagram

Children always imitate whatever they see their parents doing. Seeing us workout and practice yoga, Viaan started taking an interest in his health and fitness early on. Kids have a lot of energy and it’s important for that enormous energy to be channelised well. He loves gymnastics, so I enrolled him.. But gymnastics without practice can make you rusty. So, we keep practising... keeps him occupied, active, and strong! So, if your kids want to pursue something they must practice because practice makes you perfect, and makes them hungry and sleep well... ha ha ha 😅😅😅🧿🧿Stay home, stay safe! . . . . . #MondayMotivation #SwasthRahoMastRaho #FitIndia #FitIndiaMovement #gymnastics #exercise #active #fitness #goodhealth #staysafe #stayhome #stayindoors

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on May 17, 2020 at 10:31pm PDT

ટાઈગર શ્રોફે વીડિયો જોઈ આ કમેન્ટ કરી
આ વીડિયો જોઈને ટાઈગર શ્રોફે કમેન્ટ કરી હતી કે લૉકડાઉન બાદ તેણે હવે નાનકડા ભાઈ પાસેથી ટ્રેનિંગ લેવી પડશે. શિલ્પાએ આના પર રિપ્લાય આપતા કહ્યું હતું કે તે તમારામાંથી જ શીખી રહ્યો છે. રાજ કુંદ્રાએ કહ્યું હતું કે આ મારો દીકરો છે. માસી શમિતા શેટ્ટીએ કહ્યું હતું કે વિઆન એકદમ સ્ટ્રોંગ છે.

વિઆન ટાઈગર શ્રોફને પોતાનો ગુરુ માને છે

વિઆનટાઈગર શ્રોફને પોતાનો ગુરુ માને છે. શિલ્પાએ ગયા વર્ષે એક પોસ્ટ શૅર કરી હતી, તેમાં જીમમાં વિઆને ટાઈગરની સામે બેકફ્લિપ મારી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ફિલ્મ ‘નિકમ્મા’ તથા ‘હંગામા 2’થી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ વર્ષે શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રા દીકરી સમિશાના પેરેન્ટ્સ બન્યાં. શિલ્પા 15 ફેબ્રુઆરીએ દીકરી સમિશાની માતા બની હતી. દીકરીનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. શિલ્પા 23 દિવસ બાદ દીકરીને ઘરે લાવી હતી. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિઆનને જન્મ આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty shares video with son Viaan, says practice makes you perfect


from Divya Bhaskar https://ift.tt/36bxcw0
https://ift.tt/2y9mQ3g

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...