યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીનો 18 મેના જન્મદિવસ હતો. 25મા જન્મદિવસ પર શિવાંગીને પરિવાર તરફથી સરપ્રાઈઝ વીડિયો મળ્યો હતો. પણ તેની આ ખુશી વધુ ટકી શકી નથી. તે જ દિવસે તેના દાદાનું પણ નિધન થયું. બર્થડે પર શિવાંગી તેના ફેન્સ માટે લાઈવ પણ આવવાની હતી.
શિવાંગીએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને જણાવ્યું કે દુર્ભાગ્યવશ કાલે જ મેં મારા દાદાને ખોઈ દીધા છે. બર્થડે પર લાઈવ ન આવવા બદલ તેણે ફેન્સની માફી પણ માગી હતી. દાદાનું નિધન થવાને કારણે તે લાઈવ આવી શકી ન હતી. તેને ફેન્સનો આભાર પણ માન્યો હતો કે મને સમજવા માટે આભાર.
en
શિવાંગી જોશી આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાની હતી. પુષ્પેન્દ્ર સિંહની ફિલ્મ અવર ઓન સ્કાયના પ્રમોશન માટે તે રેડ કાર્પેટ પર વોક કરવાની હતી. પરંતુ મહામારી કોરોના વાઇરસને કારણે આ ફેસ્ટિવલ પોસ્ટપોન કરવામાં આવ્યો. કાન ફેસ્ટિવલ 12 મેથી 23 મે સુધી યોજવાનો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xff68z
https://ift.tt/3dSLEvM