Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/1_1589868824.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/1_1589868824.jpg. Show all posts

Tuesday, May 19, 2020

નીના ગુપ્તાની દીકરી મસાબા એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીના પૂર્વ પતિ સત્યદીપ મિશ્રાના પ્રેમમાં

નીના ગુપ્તા તથા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સની દીકરી મસાબા ગુપ્તાએ 2015માં ફિલ્મમેકર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ગયા વર્ષે બંનેએ અલગ થવાની વાત કરી હતી. મસાબા ગુપ્તા ફરીવાર પ્રેમમાં પડી છે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, મસાબા ગુપ્તાના સંબંધો એક્ટર સત્યદીપ મિશ્રા સાથે છે. ઉલ્લેખનીય છે કે સત્યદિપે અદિતી રાવ હૈદરી સાથે લગ્ન કર્યાં હતાં અને પછી બંને અલગ થયા હતાં.

મસાબા કે સત્યદીપેહજી સુધી સંબંધોનો સ્વીકાર કર્યો નથી
મસાબા તથા સત્યદીપે પોતાના સંબંધોને હજી સુધી જાહેર કર્યાં નથી. જોકે, બંને એકબીજાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં કમેન્ટ્સ કરે છે. આટલું જ નહીં મસાબા ગુપ્તાની બહેનપણીઓ સોશિયલ મીડિયામાં સત્યદીપને ફોલો પણ કરે છે.

હાલમાં ગોવામાં સાથે
નવાઈની વાત એ છે કે મસાબા તથા સત્યદીપ હાલમાં ગોવામાં સાથે છે. માનવામાં આવે છે કે બંને વીકેન્ડ મનાવવા માટે ગોવા ગયા હતાં અને પછી અચાનક જ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણથી તેઓ છેલ્લાં દોઢ મહિનાથી ગોવામાં જ છે.

સત્યદીપે 2009માં અદિતી સાથે લગ્ન કર્યાં હતાં
સત્યદીપે વર્ષ 2009માં બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, વર્ષ 2013માં બંને અલગ થઈ ગયા હતાં. વર્ષ 2011માં સત્યદીપે ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neena Gupta's Daughter Masaba Finds Love In Aditi Rao Hydari's EX Husband


from Divya Bhaskar https://ift.tt/3bLFbkN
https://ift.tt/2XdIeNi

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...