Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/6_1589887894.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/19/6_1589887894.jpg. Show all posts

Tuesday, May 19, 2020

બોની કપૂરનો ડોમેસ્ટિક હેલ્પર કોરોના પોઝિટિવ, પરિવાર સાથે હોમ ક્વૉરન્ટીન થયા

ફિલ્મમેકર બોની કપૂરના ઘરમાં રહેતો એક કર્મચારી (નોકર)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મુંબઈ સ્થિત લોખંડવાલા, અંધેરી વિસ્તારમાં રહેતા બોની કપૂર પરિવાર સાથે હોમ ક્વૉરન્ટીન થયા છે.

હેલ્પર હાલમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં
બોની કપૂરે કહ્યું હતું કે ગ્રીન એકર્સમાં પોતાના ઘરમાં રહેતા ડોમેસ્ટિક હેલ્પર ચરણ સાહુ (23 વર્ષ)નો કોરનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની તબિયત શનિવાર (16 મે)ના રોજ સારી નહોતી. ત્યારબાદ તેણે ટેસ્ટ કરાવ્યો અને આઈસોલેશનમાં રહ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ બોની કપૂરે સોસાયટીના અધિકારીઓને આ અંગેની માહિતી આપી હતી. સોસાયટીના સભ્યોએ (BMC) બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અંગે વાત કરી હતી. BMC તથા રાજ્ય સરકારના અધિકારીઓ ચરણ સાહુને ક્વૉરન્ટીન સેન્ટરમાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

પરિવારમાં બીમારીના હજી સુધી લક્ષણો જોવા મળ્યાં નથી
વધુમાં બોની કપૂરે કહ્યું હતું કે તેઓ, તેમના બાળકો તથા ઘરના અન્ય કર્મચારીઓની તબિયત સારી છે. હજી સુધી તેમનામાં આ બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી. લૉકડાઉન શરૂ થયા બાદથી તેમના ઘરમાંથી એક પણ વ્યક્તિ બહાર ગઈ નથી. તેઓ ઝડપી પ્રક્રિયા માટે મહરાષ્ટ્ર સરકાર તથા BMCનો આભાર માને છે. તેઓ BMC તથા મેડિકલ ટીમે આપેલી સલાહનું પૂરી રીતે પાલન કરી રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે ચરણ જલ્દીથી ઠીક થઈ જશે અને ઘરે પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે બોની કપૂર ઉપરાંત આ બિલ્ડિંગમાં એક્ટ્રેસ તબુ તથા ટીવી એક્ટર અર્જુન બિજલાની પણ રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
film maker Boney Kapoor confirms his house help tested positive for COVID-19


from Divya Bhaskar https://ift.tt/36jof3Z
https://ift.tt/2Tgyjp6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...