સલમાન ખાન મંગળવાર (19 મે)એ મુંબઈ આવ્યો હતો. સલમાન 60 દિવસ બાદ પોતાના પેરેન્ટ્સને મળ્યો હતો. એક્ટર લૉકડાઉનને કારણે પનવેલ ફાર્મહાઉસ પર હતો. સલમાન ખાન પેરેન્ટ્સના ખબર અંતર પૂછીને તરત જ પનવેલ પરત ફર્યો હતો. એક્ટરના પેરેન્ટ્સ હાલમાં મુંબઈના બ્રાંદ્રામાં ગેલેક્સી અપાર્ટમેન્ટ્સમાં રહે છે.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાન મુંબઈમાં થોડાંક જ કલાક રોકાયો હતો અને પાછો પનવેલ ફાર્મહાઉસ જતો રહ્યો હતો. તેણે પનવેલથી મુંબઈ આવવા માટેની જરૂરી મંજૂરી લીધી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈનનું પૂરતું પાલન કર્યું હતું.
લૉકડાઉન પહેલાં પનવેલ ફાર્મહાઉસ ગયા હતાં
સલમાન બહેન અર્પિતા, જીજાજી આયુષ તથા મિત્રો જેક્લીન ફર્નાન્ડિઝ, વલુશ્ચા ડિસોઝા, લુલિયા વન્તુર, ભત્રીજો નિર્વાણ ખાન તથા અન્ય લોકો આગામી પ્રોજેક્ટની ચર્ચા માટે ફાર્મહાઉસ ભેગા થયા હતાં અને પછી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ કારણે તેઓ અહીંયા જ રોકાઈ ગયા હતાં.
ફાર્મહાઉસમાં સલમાને બે વીડિયો શૂટ કર્યાં
લૉકડાઉન દરમિયાન સલમાન ખાને ચાહકોને કોરોનાવાઈરસને લઈ જાગૃત કરતાં વીડિયો શૅર કર્યાં હતાં. આ ઉપરાંત સલમાને પોતાના બે સોંગ્સ ‘પ્યાર કરોના’ તથા ‘તેરે બિના’ રિલીઝ કર્યાં હતાં.
ઈન્ડસ્ટ્રીને મદદ કરી
સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25 હજાર રોજમદાર કામદારોના અકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતાં. આ ઉપરાંત સલમાને પનવેલના સ્થાનિક એક હજાર પરિવારને અનાજ આપ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LJ7BBo
https://ift.tt/2LHDfzb