મહામારી કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે જ છે. લોકડાઉનનું ચોથું ચરણ ચાલું થઈ ગયું છે. એક્ટ્રેસ હુમા કુરેશીએ લોકડાઉન પૂરું થયા બાદનો તેનો પ્લાન શેર કર્યો છે. તેણે ડાન્સ વીડિયો શેર કરી લખ્યું કે, લોકડાઉન બાદ હું આ રીતે નાચીશ. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના સોન્ગ પર તે ડાન્સ કરતી હતી.
View this post on InstagramA post shared by Huma S Qureshi (@iamhumaq) on May 19, 2020 at 6:21pm PDT
વીડિયો શેર કરી કેપ્શનમાં હુમાએ લખ્યું કે, જ્યારે હું સાંભળીશ કે હવે લોકડાઉન નથી ત્યારે હું આ રીતે ડાન્સ કરીશ. આ કોલ ક્યારે આવશે. હૂમાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી. ફારાહ ખાને લખ્યું હતું કે, આના બદલે આ ડાન્સને રસી શોધાય જાય ત્યારે કરવા માટે બચાવીને રાખ.
View this post on InstagramA post shared by Huma S Qureshi (@iamhumaq) on Apr 15, 2020 at 3:45am PDT
લોકડાઉનમાં હુમા કુરેશી થ્રોબેક ફોટોઝની સાથે અમુક રેસિપીની પોસ્ટ પણ શેર કરતી રહે છે. હુમા આ લોકડાઉનમાં હજામ પણ બની ગઈ છે. તેણે પોતાના વાળ જાતે કાપ્યા હતા અને લખ્યું હતું કે, હજામ બનવાની ટ્રેનિંગ લઇ રહી છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bHOt1e
https://ift.tt/2LGDOJH