Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/20/fwice_1589955116.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/20/fwice_1589955116.jpg. Show all posts

Wednesday, May 20, 2020

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયઝએ મહારાષ્ટ્ર સીએમ પાસે કામ શરૂ કરવાની મંજૂરી માગી, ગાઇડલાઇન પણ બનાવી

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોલિવૂડમાં દરેક પ્રકારનું કામ 19 માર્ચથી બંધ છે. દેશમાં 24 માર્ચથી શરૂ થયેલ લોકડાઉનનો ચોથો ફેઝ પણ શરૂ થઇ ગયો છે. આવામાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોજેક્ટ્સનું કામ ફરી શરૂ કરવાની મંજૂરી મેળવવા માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્લોયઝ દ્વારા મહારાષ્ટ્ર સીએમને પત્ર લખવામાં આવ્યો છે.

આ લેટર મુજબ, મીડિયા ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોજેક્ટ્સમાં માત્ર પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી રહ્યું છે. તેમાં એડિટિંગ, સાઉન્ડ રેકોર્ડિંગ, મ્યુઝિક રેકોર્ડિંગ જેવા ટેક્નિકલ કામ બાકી છે. જો અમને મંજૂરી મળી જાય તો અમે આ બધા કામ બંધ સ્ટુડિયોમાં ઓછામાં ઓછા માણસોની હાજરીમાં પૂરા કરી શકીએ. આ એ પ્રોડ્યુસર્સ માટે ઘણું ફાયદાકારક રહેશે જેમના ઘણા પૈસા આમાં રોકાયેલા છે. ત્યારબાદ લોકડાઉન પૂરું થાય ત્યારે ફિલ્મ્સ રિલીઝ કરવા માટે તૈયાર હોય.

32 અન્ય ફિલ્મી સંગઠનોની અગ્રણી સંસ્થા તરફથી અશોક પંડિત, બીએન તિવારી, અશોક દુબે અને ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવે તેમના 5 લાખ સભ્યો વતી આ લેટર સીએમ ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. તેમણે આ બાબતે જલ્દી નિર્ણય લેવાની અપીલ પણ કરી છે.

ફેડરેશન દ્વારા બનાવેલ ગાઇડલાઇન

  • જૂનના અંત સુધીમાં ટીવી સિરિયલનું શૂટિંગ શરૂ થશે.

  • શૂટિંગના સેટ પર એક ઇન્સ્પેક્ટર રહેશે જે બધા વર્કર્સ ટેક્નિશિયન પર નજર રાખશે કે તે બધા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને જ કામ કરી રહ્યા છે કે નહીં.
  • કોઈપણ વર્કરને સેટ પર કોરોના વાઇરસને કારણે કઈ થઇ જાય તો પ્રોડ્યુસરે તેના પરિવારને 50 લાખ સુધી નુકસાન ભરપાઈ કરવી પડશે.
  • શૂટિંગના સેટ પર 100થી વધુ વર્કર કામ કરી રહ્યા છે તો પ્રોડ્યુસરે બધાને બે યુનિટમાં વહેંચવા પડશે.
  • એક યુનિટમાં પહેલા 50% વર્કર કામ કરશે અને બાકી 50% વર્કર બીજા યુનિટમાં કામ કરશે, આવું યુનિટમાં કામ એટલા માટે કે કોઈ વર્કર બેરોજગાર ન રહે.
  • દરેક સેટ પર ઇમરજન્સી સ્થિતિ માટે એમ્બ્યુલન્સ રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Federation of Western India Cine Employees asks Maharashtra CM for permission to resume post production work of entertainment industry


from Divya Bhaskar https://ift.tt/2LFd4sS
https://ift.tt/3g3saq1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...