ઈરફાન ખાનના મૃત્યુ બાદ તેનો મોટો દીકરો બાબીલ ખાન પિતાના થ્રોબેક ફોટોઝ અને વીડિયોઝ શેર કરતો રહે છે. હવે તેણે પિતાનો સ્કૂલના બાળકો સાથે સમય પસાર કરતા ફોટોઝ શેર કર્યા છે. ઈરફાનના ફાર્મહાઉસ પરના આ ફોટોઝ છે.
View this post on InstagramA post shared by Babil Khan (@babil.i.k) on May 20, 2020 at 11:21pm PDT
ઇન્સ્ટાગ્રામ પર બાબીલે ફોટો શેર કરી લખ્યું કે, જ્યારે પણ તેમનો ફાર્મહાઉસ ટાઈમ હતો, ત્યારે આ બાળકો અને શાળાના આચાર્ય તેમને મળવા આવતા. નજીકના સ્કૂલના આ બાળકો ઈરફાન ખાનને દરેક વખત મળવા આવતા.
View this post on InstagramA post shared by Babil Khan (@babil.i.k) on May 2, 2020 at 8:01am PDT
ઈરફાન ખાનનું મૃત્યુ કોલન ઇન્ફેક્શનના કારણે 29 એપ્રિલના રોજ મુંબઈમાં થયું. કોકિલાબેન હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા. ઈરફાનની પત્ની સુતપાએ તેના અને તેના બંને દીકરા બાબીલ અને અયાન વતી એક ઈમોશનલ નોટ પણ શેર કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, ઈરફાનના મૃત્યુને ખોટ તરીકે લેવાનું નથી પણ આપણે બધી રીતે મેળવ્યું છે એમ સમજવાનું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Tpk8OI
https://ift.tt/3e3c2mE