Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/21-5-2_1590058021.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/21-5-2_1590058021.jpg. Show all posts

Thursday, May 21, 2020

સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી તેને 26 વર્ષ પૂરા થયા, ત્યારથી આજ સુધીની સફરનો વીડિયો શેર કરી સૌનો આભાર માન્યો

મિસ યુનિવર્સ બનનાર પહેલી ભારતીય મહિલા સુષ્મિતા સેન હતી. 1994માં તેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ભારતનું નામ રોશન કર્યું હતું. આજે તે વાતને 26 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે સુષ્મિતાએ ત્ત્યારથી અત્યારસુધીની જર્નીનો વીડિયો શેર કરી સૌનો આભાર માન્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, મારા યુનિવર્સને એક બેટર પ્લેસ બનાવવા માટે સૌનો આભાર. તમારો પ્રેમ હંમેશાં મારી સૌથી મોટી તાકાત રહી છે.

ઇન્સ્ટા પર તેણે વીડિયોનો અમુક ભાગ જ શેર કર્યો હતો. આખો વીડિયો તેણે તેની યુ ટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. સુષ્મિતાએ લોકડાઉનમાં તેની યુ ટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તેણે એવું પણ જણાવ્યું કે તેણે ફેન્સની અમુક ક્રિએટિવ ઇમેજ પણ તેની જર્નીમાં બતાવવા માટે યુઝ કરી છે. હાલ તે તેની બંને દીકરી અને તેના બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહી છે.

સુષ્મિતાના બોયફ્રેન્ડ રોહમને પણ સુષ્મિતા માટે પોસ્ટ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે ક્રાઉન સાથેનો સુષ્મિતાનો ફોટો શેર કરી લખ્યું કે, 26 વર્ષ મારી જાન. તે અમને બધાને કેટલું ગર્વ અપાવ્યું અને હજુ પણ એ કરી રહી છે.

મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતા સેન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી. તે બીવી નંબર વન, ફિઝા, મૈંહૂંના, મૈને પ્યાર ક્યુ કિયા જેવી ફિલ્મસમાં દેખાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushmita Sen Completes 26 Years Of Winning Miss Universe, thanked everyone


from Divya Bhaskar https://ift.tt/2ym2FiJ
https://ift.tt/2ToCbV4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...