Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/21-5-3_1590066066.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/21-5-3_1590066066.jpg. Show all posts

Thursday, May 21, 2020

શિલ્પા શેટ્ટીએ દીકરા વિઆનના 8મા જન્મદિવસ પર પોસ્ટ શેર કરી લખ્યું, હું હંમેશાં તારી સાથે હોઈશ

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના દીકરા વિઆનનો આજ 8મો જન્મદિવસ છે. તેમણે સોશિયલ મીડિયા પર દીકરા માટે પોસ્ટ પણ શેર કરી છે. શિલ્પા શેટ્ટીએ બે વીડિયો પોસ્ટ કરીને દીકરાને જન્મદિવસની શુભેચ્છા આપી છે. શિલ્પાએ લખ્યું કે, જિંદગીના દરેક મુકામે હું તને વચન આપું છું કે હું તારી સાથે હોઇશ. હું તને પ્રેમ કરવાનું અને તારા પર ભરોસો કરવાનું ક્યારેય નહીં છોડું.

શિલ્પાએ અન્ય વીડિયો શેર કરી એવું પણ લખ્યું કે, બધી વસ્તુમાં તારી સાથે સમય વિતાવો, તને મોટો થતા જોવો એ ગમતી વસ્તુ છે. આજે અને રોજ આશા કરું છું અને પ્રાર્થના કરું છું કે તારી બધી ઈચ્છા પૂરી થાય. મમ્મી પપ્પા તને ખૂબ પ્રેમ કરે છે.

રાજ કુન્દ્રાએ પણ દીકરાના બર્થડે પર પોસ્ટ શેર કરી હતી. આ સિવાય માસી શમિતા શેટ્ટીએ પણ વિઆન માટે પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, મને ખબર છે તું 8 વર્ષનો થયો છે, તું જલ્દી મોટો થઇ રહ્યો છે પણ હું તને રમાડવાનું અને કિસ આપવાનું ચાલું જ રાખીશ.

શિલ્પા અને રાજનાં લગ્ન 2009માં થયા હતા અને 2012માં વિઆનનો જન્મ થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં શિલ્પાએ સરોગસીની દીકરીને આવકારી. હાલ લોકડાઉનમાં મુંબઈમાં ઘરે શિલ્પા પરિવાર સાથે ઘરે સમય પસાર કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty And Raj Kundra Share Emotional Birthday Wishes For Son Viaan


from Divya Bhaskar https://ift.tt/3e0gsdY
https://ift.tt/3gbW2Ri

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...