Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/3_1590048599.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/3_1590048599.jpg. Show all posts

Thursday, May 21, 2020

‘પાતાલ લોક’માં જાતિસૂચક શબ્દની સાથે ગાળ બોલવાનો આક્ષેપ, પ્રોડ્યૂસર અનુષ્કા શર્માને કાનૂની નોટિસ આપવામાં આવી

વેબ સીરિઝ ‘પાતાલ લોક’ હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. આ શોને લઈ વિવાદ થતાં કો-પ્રોડ્યૂસર અનુષ્કા શર્માને નોટિસ મોકલવામાં આવી છે. આ વિવાદ સીરિઝમાં બોલાયેલા એક સંવાદને લઈ છે. નેપાળી સમુદાયે આ સંવાદને અપમાનજનક માન્યો છે.

18મેના રોજ નોટિસ મોકલવામાં આવી
અનુષ્કાને આ નોટિસ લોઅર્સ ગિલ્ડના સભ્ય વિરેનશ્રી ગુરંગે 18મેના રોજ મોકલી હતી. તેમના મતે, શોના એક સીનમાં મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં નેપાળી વ્યક્તિની પૂછપરછ દરમિયાન જાતિસૂચક શબ્દની સાથે ગંદી ગાળનો ઉપયોગ કરે છે. આ તદ્દન ખોટું છે.

‘નેપાળી’ શબ્દને લઈ કોઈ વાંધો નથી
ગુરંગે કહ્યું હતું કે નેપાળી શબ્દ સામે વાંધો નથી પરંતુ ત્યારબાદ બોલાયેલા શબ્દ સામે વાંધો છે. આ જ કારણથી શોના ચાર પ્રોડ્યૂસર્સમાંથી એક અનુષ્કાને નોટિસ પાઠવવામાં આવી છે. ગુરંગે વધુમાં કહ્યું હતું કે હજી સુધી અનુષ્કા કે તેમની ટીમ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હવે, તેઓ આ અંગે એમેઝોન પ્રાઈમ સાથે વાત કરશે.

ગોરખા સમુદાયે ઓનલાઈન અરજી કરી
આ અંગે ગોરખા સમુદાયે પણ કેન્દ્રીય માહિતી તથા પ્રસારણ મંત્રાલય તથા આ વિભાગના મંત્રી પ્રકાશ જાવડેકર, એમેઝોન પ્રાઈમ વીડિયો તથા અનુષ્કા શર્માને નામે ઓનલાઈન અરજીમાં આ અપમાનજનક શબ્દને મ્યૂટ કરવા તથા સબટાઈટલમાં આ શબ્દને બ્લર કરવામાં આવે તથા માફી માગવાની વાત કરી છે.

‘પાતાલ લોક’ 15મેએ સ્ટ્રીમ થઈ હતી
‘પાતાલ લોક’ 15 મેના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ હતી. આ શોમાં જયદીપ અહલાવત, ગુલ પનાગ, નીરજ કાબી, અભિષેક બેનર્જી લીડ રોલમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
web series 'Paatal Lok' Co-Producer Anushka Gets Legal Notice


from Divya Bhaskar https://ift.tt/2ZoEECE
https://ift.tt/3e789NG

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...