Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/6_1590060135.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/21/6_1590060135.jpg. Show all posts

Thursday, May 21, 2020

ક્રિતિ સેનને નાની બહેન પાસે વાળ કપાવ્યાં, એક્ટ્રેસે કહ્યું, આ પહેલાં ક્યારેય આટલાં ટૂંકા વાળ કરાવ્યાં નથી

બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનની નાની બહેન નુપૂર સેનન હાલમાં જ હેર સ્ટાઈલિસ્ટ બની હતી. તેણે બહેનના વાળ કાપી આપ્યા હતાં. ક્રિતિએ હેર કટિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે.

વીડિયો શૅર કરીને ક્રિતિએ આ વાત કહી
વીડિયો શૅર કરીને ક્રિતિએ કહ્યું હતું, બાલ-બાલ બચ ગયે...પોતાને જોવા માટે આ વીડિયોને છેલ્લે સુધી જોવો. મેં ક્યારેય આટલા નાના વાળ કરાવ્યા નથી. જોકે, મને આ પસંદ આવ્યા. મને આ નવો લુક આપવા માટે નુપૂર તારો આભાર.

બહેનને પંજાબી ગીતપર ડાન્સ કરતાં જોઈ ડરી ગઈ હતી
પોસ્ટમાં ક્રિતિએ આગળ કહ્યું હતું, તારી રહસ્યમયી સ્માઈલે મને ડરાવી દીધી હતી. જ્યારે મારા કિંમતી વાળ તારા હાથમાં હતાં ત્યારે તું પંજાબી ગીતો પર ડાન્સ કરતી હતી. આ જોઈને મને ડર લાગ્યો હતો.

નુપૂરે જવાબ આપ્યો
ક્રિતિની આ પોસ્ટ પર નુપૂરે જવાબ આપ્યો હતો કે બહેન હતી, એટલે જવા દીધી...ભાઈ હોત તો...આટલું લખ્યાં બાદ તેણે કાતરની ઈમોજી પોસ્ટ કરી હતી.

નુપૂરે ડાન્સ કરતાં કરતાં બહેનના વાળ કાપ્યાં
વીડિયોમાં ક્રિતિ બેઠી હોય છે અને નુપૂર બહેનની પાછળ ઊભા રહીને વાળ કાપે છે. બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગે છે અને નુપૂર ડાન્સ કરતી હોય છે. વચ્ચે વચ્ચે નુપૂર વાળ હાથમાં લઈને બતાવતી પણ હોય છે. વીડિયોના અંતે, ક્રિતિ પોતાના નવા હેરકટને કારણે ઘણી જ ખુશ જોવા મળે છે.

આ સેલેબ્સે પણ હેર સ્ટાઈલિસ્ટ બન્યાં
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના વાળ કાપ્યાં હતાં. સચિન તેંડુલકરે દીકરા અર્જુનના તથા પોતાના વાળ જાતે જ કાપ્યાં હતાં. વિકી કૌશલે ભાઈને વાળ કાપી આપ્યાં હતાં. આ ઉપરાંત રાજકુમાર રાવે પ્રેમિકા પત્રલેખાના વાળ કાપી આપ્યાં હતાં. હાલમાં જ આલિયા ભટ્ટે નવા હેરકટની તસવીર શૅર કરીને કહ્યું હતું કે મલ્ટીટેલેન્ટ તથા પ્રેમાળ વ્યક્તિએ તેને વાળ કાપી આપ્યાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Kriti Sanon’s sister Nupur chops off actor’s long hair


from Divya Bhaskar https://ift.tt/2APNC1N
https://ift.tt/3d2T8vW

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...