Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/22/22-5-6_1590147423.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/22/22-5-6_1590147423.jpg. Show all posts

Friday, May 22, 2020

કરીના કપૂરે વાવઝોડા અમ્ફાનથી થયેલ નુકસાનના ફોટોઝ શેર કરી લખ્યું, આપણે બધાએ વિચારવાની જરૂર છે

કરીના કપૂરે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા સુપર સાયક્લોન અમ્ફાનના અમુક હ્રદયદ્રાવક ફોટોઝ શેર કર્યા છે. આ વાવઝોડાથી થયેલ નુકસાનના ફોટોઝ શેર કરી કરીનાએ લખ્યું હતું કે, આપણે વિચારવાની જરૂર છે. કરીનાએ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

કરીનાએ રીપોસ્ટ કરેલ ફોટોઝમાં છેલ્લા બે ફોટોઝમાં લખ્યું હતું કે, બનાના બ્રેડથી કંટાળી ગયા છો, આરામથી પથારીમાં પડ્યા છો, નેટફ્લિક્સ એન્ડ ચીલ, મિસિંગ ફ્રાયડે નાઈટ્સ વગેરે વગેરે.. તમારા શું પ્રોબ્લેમ્સ છે? આ વાવાઝોડું બંગાળમાં 283 વર્ષમાં આવેલ સૌથી તાકાતવર વાવાઝોડું છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે ભારતના આ બે રાજ્ય પર વાવઝોડાનો કેર પણ છે.

આ સંકટની સ્થિતિમાં લોકોની સુરક્ષા માટે ઘણા સેલેબ્સે પ્રાર્થના કરી હતી અને તેમની ચિંતા પણ પ્રગટ કરી હતી. અનુષ્કા શર્મા, અર્જુન કપૂર, અનન્યા પાંડે, કરણ જોહર સહિત અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ સંકટને લઈને તેમની ચિંતા વ્યક્ત કરી હતી.

કરીના કપૂરે થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. તે આ લોકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરના ફોટોઝ અને તેમની એક્ટિવિટીના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kareena Kapoor shares photos of devastation caused by cyclone Amphan in Bengal, wrote -We all need to think


from Divya Bhaskar https://ift.tt/2zc5UtK
https://ift.tt/2WTg9fh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...