અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ગુલાબો સિતાબો, વિદ્યા બાલન સ્ટારર શકુંતલા દેવી થિયેટરની બદલે ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ત્યારબાદ હવે કિઆરા અડવાણી સ્ટારર ઇન્દુ કી જવાની અને ઉર્વશી રૌતેલા સ્ટારર વર્જિન ભાનુપ્રિયા પણ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સિવાય પણ અન્ય ફિલ્મ્સની ડિજિટલ રિલીઝની ચર્ચા થઇ રહી છે.
ડિરેક્ટર અજય લોહાણની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા આજના યંગસ્ટર્સ અને પરિવાર સાથે તેમના સંબંધ પર આધારિત છે. ઇન્દુ કી જવાની ફિલ્મ ડેટિંગ એપ્સના ફાયદા અને નુકસાન આસપાસ વણાતી સ્ટોરી છે.
બંને ફિલ્મ્સ તૈયાર છે
ઇન્દુ કી જવાની ફિલ્મમાં કિઆરાની સાથે આદિત્ય સીલ અને મલ્લિકા દુઆ પણ લીડ રોલમાં છે. વર્જિન ભાનુપ્રિયામાં ઉર્વશીની સાથે સ્ટારકાસ્ટમાં ગૌતમ ગુલાટી અને અર્ચના પૂરણ સિંહ સામેલ છે. બંને ફિલ્મ્સ તૈયાર છે અને ટૂંક સમયમાં તેની રિલીઝ ડેટ શેર કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zpGqc7
https://ift.tt/2ZquqBY