કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સોનુ સૂદ ખરા અર્થમાં હીરો સાબિત થઇ રહ્યો છે. માઈગ્રન્ટ વર્કર્સને તેમના ઘરે પહોંચાડવા માટે સોનુ બસની વ્યવસ્થા કરી રહ્યો છે. તેણે અત્યારસુધીમાં શ્રમિકોને વિવિધ રાજ્યોમાં તેમના ઘરે પહોંચાડ્યા છે. ટ્વિટર પર પણ સોનુ એક્ટિવ રહીને મદદ માગનારને તરત જવાબ આપીને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યો છે.
भाई मैं ठेके से घर तक तो पहुँचा सकता हूँ । ज़रूरत पड़े तो बोल देना 😂 https://t.co/tneToRoEXn
— sonu sood (@SonuSood) May 24, 2020
આવામાં એક યુઝરે ટ્વિટર પર સોનુને કહ્યું કે, સોનુ ભાઈ હું મારા ઘરમાં ફસાયો છું. મને ઠેકા સુધી પહોંચાડી દો. સોનુએ તેને હટકે રીતે વળતો જવાબ આપ્યો કે, ભાઈ હું ઠેકેથી ઘરે તો પહોંચાડી શકું છું. જરૂર પડે તો કહેજે.
હાલની મહામારીની સ્થિતિમાં સોનુ સૂદ તેનાથી બનતી બધી મદદ કરી રહ્યો છે. પોતાની હોટલ મેડિકલ સ્ટાફને રહેવા માટે આપવાથી લઈને જરૂરિયાતમંદોને કરિયાણું, ભોજન આપવા સુધીના દરેક કામમાં તે આગળ રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zlnIme
https://ift.tt/2zi7URb